Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીસીએસટીના અધિકારીઓની ટીમે સ્થળ મુલાકાત લઈ કર્યું નિરીક્ષણઃ સુચનોની આપ-લે થઈ
જામનગર તા. ૨૭: જામનગર શહેરમાં રાજ્ય સરકાર દ્વારા રીઝનલ સાયન્સ સેન્ટર બનાવવા માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ગુજરાત કાઉન્સીલ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અધિકારીઓની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ હતું અને જરૂરી સૂચનો પણ કર્યા હતાં.
જામનગર શહેરમાં રાજ્ય સરકાર દ્વારા બ્રુકબોન્ડ ગ્રાઉન્ડવાળી જગ્યામાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં રૂચી ધરાવતા વિદ્યાર્થીઓ માટે અને તેમાં અભ્યાસ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી થાય તે પ્રકારનું અંદાજે રૂપિયા ૩૦ કરોડના ખર્ચે સાયન્સ સેન્ટર બનાવવામાં આવી રહૃાું છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અધિકારીઓની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી, અને જરૂરી સૂચનો પણ કરાયા છે.
જામનગર શહેર અને જિલ્લામાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં રૂચી ધરાવતા વિધાર્થીઓ અને તેમાં અભ્યાસ કરતા લોકો માટે ખુબ જ ઉપયોગ થઈ શકે તે પ્રકારના સાયન્સ સેન્ટર નું નિર્માણ કાર્ય ચાલી રહૃાું છે.જે રીઝનલ સાયન્સ સેન્ટર આશરે ૧૦ એકરની વિશાળ જગ્યામાં તૈયાર થનાર છે. અને આશરે ૨ વર્ષમાં આ સાયન્સ સેન્ટર તૈયાર થશે.
જેની ગુજરાત કાઉન્સીલ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અધિકારીઓની ટીમ દ્વારા સ્થળની મુલાકાત લઈને જરૂરી સૂચનો આપીને કામગીરીની સમીક્ષા કરી હતી અને આશરે ૧૦ એકરની વિશાળ જગ્યામાં અંદાજે ૩૦ કરોડના ખર્ચે બે વર્ષના સમયગાળામાં તૈયાર કરવામાં આવશે.
હાલ રાજયમાં પાટણ, ભાવનગર, ભુજ અને રાજકોટમાં આવા રીઝનલ સાયન્સ સેન્ટર કાર્યરત છે. જામનગરમાં રાજયનું પાંચમું રીઝનલ સાયન્સ સેન્ટર બનશે.
જામનગરમાં આકાર પામનાર રીઝનલ સાયન્સ સેન્ટરની કામગીરીની સમીક્ષા કરવા માટે ગુજરાત કાઉન્સીસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગરની ૯ સભ્યોની ટીમે સ્થળ મુલાકાત કર્યા બાદ ફોન પર જ કેટલાક જરૂરી સૂચનો પણ કર્યા હતા, અને તે દિશામાં કામગીરીને આગળ ધપાવવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial