Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત જૈન સમાજ જામનગર દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ભાવાંજલિ અર્પણ

રાજકોટના હેમુ ગઢવી હોલમાં સભાનું આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: સમસ્ત સૌરાષ્ટ્રના જૈન સંઘો દ્વારા જીવદયા પ્રેમી વિજયભાઈ રૂપાણી  શ્રધાંજલિ આપવા રાજકોટ ના હેમુ ગઢવી હોલ માં સભા યોજાઈ હતી. આ  સમયે સ્વ. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન પુત્ર ઋષભભાઈ અને પુત્રી તેમજ પરિવારજનો પણ ઉપસ્થિત રહયા હતા.

પરમ પૂજ્ય રાષ્ટ્રીય સંતશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પરમ પૂજ્ય સુશાંત મુનિ મહારાજ સાહેબ પરમ પૂજ્ય દેવેન્દ્રમુનિ મહારાજ સાહેબ પરમ પૂજ્ય જગતશેખરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય સ્મિતાબાઈ મહાસતીજી અને પરમ પૂજ્ય તરલાબાઈ મહાસતીજી દ્વારા ગુણાંજલી અર્પણ કરવામાં આવી હતી.

જામનગર જૈન સમાજના નિલેશભાઈ કગથરા, બીનાબેન કોઠારી, જ્યોતિન્દ્ર મહેતા (મામા),  સમસ્ત જૈન સમાજ-સંઘ જામનગરના આગેવાનો ભરતભાઇ વસા, વિજયભાઈ સંઘવી, ભરતભાઇ પટેલ, અજયભાઈ શેઠ, ચેતનભાઈ શાહ, સંજયભાઈ ટોલીયા, જાસ્મિન કામદાર, જયેશભાઇ ઘડિયાલી, સુભાષભાઈ મહેતા, ભરતેશભાઈ શાહ, મનીષ વોરા, બ્રિજેશ વોરા, પિયુષ પારેખ, પુનિત શેઠ, નિશાંત પારેખ, નેમિશ પૂનાતર, સુભાષભાઈ મહેતા, જતીન મહેતા, રાજેશ મહેતા, મલય વોરા, જીગ્નેશ વોરા, જીગ્નેશ શાહ, શરદભાઈ શેઠ, કૃણાલ શેઠ, શીતલ મોદી સહિતના જૈન અગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh