Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને
ખંભાળિયા તા. ૨૭: કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને દ્વારકામાં સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ યોજાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી બંધારણીય મૂલ્યોને ગ્રહણ કરે જેથી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ દૃઢ બને.
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને ડી.એન.પી. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, દ્વારકામાં ''સંવિધાન હત્યા દિવસ'' કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે મંત્રી મુળુભાઇ બેરાએ કહૃાું હતું કે, આજથી ૫૦ વર્ષ પૂર્વે, વર્ષ ૧૯૭૫માં, ૨૫ જૂને ભારતના દેશની લોકશાહીના ઇતિહાસનો એક કલંકિત અધ્યાય લખાયો હતો. આજના દિવસે, તે સમયની તત્કાલીન સરકારે દેશભરમાં કટોકટી લાદીને બંધારણીય મૂલ્યોનું હનન કર્યું હતું. જેથી આપણે તે દિવસને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે પણ યાદ કરીએ છીએ. કારણ કે એ દિવસે માત્ર કટોકટી નહીં, પરંતુ આપણા બંધારણના હાર્દ સમા લોકશાહી, સ્વતંત્રતા અને મૌલિક મૂલ્યો પર કરવામાં આવેલ પ્રહાર હતો.
વધુમાં તેમણે કહૃાું હતું કે, લોકશાહીના પાયાના સ્તંભો એવા કારોબારી, ધારાસભા, ન્યાયપાલિકા અને મીડિયા સૌના અવાજને દબાવવામાં આવ્યો હતો. આપણા અનેક નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ અને સમાજ સુધારકોએ પોતાના અધિકારો અને લોકશાહીના સંરક્ષણ માટે પોતાનો બુલંદ અવાજ ઉઠાવ્યો હતો. આ કટોકટીની વિકટ પરિસ્થિતિમાં તેમણે અસહૃા યાતનાઓ ભોગવી, જેલવાસ ભોગવ્યો, પરંતુ તેઓના જુસ્સો આ પડકાર સામે અડગ રહૃાો હતો. વર્ષ ૧૯૭૫ની કટોકટી માત્ર એક રાજકીય નિર્ણય નહીં, પરંતુ તે ભારતના બંધારણીય મૂલ્યો પર સીધો જ પ્રહાર હતો. આ કટોકટી દરમિયાન લોકશાહીના ચોથા સ્તંભ સમા પ્રેસની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવી લેવામાં આવી હતી. ૫૦ વર્ષના આ સમયમાં, ભારતીય લોકશાહીએ ઘણાં ઉતાર-ચઢાવ જોયા છે, અને એ ઉતાર ચઢાવ સામે મક્કમતાથી ઝઝૂમીને આજે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાષ્ટ્રના વિકાસના પથ પર, લોકશાહીએ હંમેશાં આપણને બળ પૂરું પાડ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકતંત્રને મજબૂત બનાવવાની જવાબદારી આપણા સૌની છે. ચાલો આપણે સૌ સાથે મળીને લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ, સંવાદ અને સહમતિથી કાર્ય કરીએ, અને દરેક નાગરિકને સમાન અધિકાર અને અવસર મળે તે સુનિશ્ચિત કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા યોગદાન આપીએ.
લોકશાહીના કપરા સમયને ઉજાગર કરતો સંવિધાન હત્યા દિવસનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયો હતો જેનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
આ તકે ધારાસભ્ય પબુભા માણેક, કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, આસિસ્ટન્ટ કલેકટર અમોલ આવતે, નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, અગ્રણી મયુરભાઈ ગઢવી, હિરેનભાઈ હીરપરા, જે.કે.હાથિયા, લુણાભા સુમણીયા, યુવરાજસિંહ વાઢેર સહિતના ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial