Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમાં કેમ રહે 'સ્વસ્થ' ગુજરાત...?
ખંભાળીયા તા. ૨૭: દ્વારકા જિલ્લામાં સૌથી મોટી હોસ્પિટલ ખંભાળીયા સરકારી હોસ્પિટલ છે, જે ૪૪ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ વાળી બની છે, પણ સ્ટાફ વર્ગ-૪નો તથા અન્ય સ્ટાફ ઓછો છે કે વહીવટ ક્યારેક રામ ભરોસે ચાલે છે તેવું લાગે છે.
૯૦ બેડનો સ્ટાફ અહીં મંજુર થયેલો છે પણ વર્ષોથી અહીં ૧૫૦ બેડ ઈન્ડોર તથા રોજ સરેરાશ ૯૦૦/૧૦૦૦ ની ઓે.પી.ડી. હોય છે. આની વચ્ચે સ્થિતિ એવી છે કે બે બે વોર્ડ વચ્ચે એક આયાબેન હોય છે, જેથી સાફ સફાઈના પ્રશ્નો ગંભીર થાય છે. આવડી મોટી હોસ્પિટલ વચ્ચે બે ચોકીદાર જ છે, તેમાંયે રાત્રે તો એક જ હોય !! સંડાસ મૂતરડી, વોર્ડ સાફ કરવા માટે સ્ટાફ જ નહીં, કેમ કે સ્ટાફ ૯૦ બેડનો છે અને કામ ૧૫૦ બેડનું થાય છે !! અહીં દર્દીઓના સગા-વ્હાલા જ્યાં ત્યાં ગંદકી, પાન પિચકારી કરે પણ તેમને કહેવાવાળુ કોઈ જ નથી, સૂચના અને દંડના પાટીયા મુકાયા છે, પણ પાટીયા મુજબ દંડ લેવાવાળુ કોઈ નથી. રાજ્યના છેવાડાની અત્યંત મહત્ત્વની સરકારી હોસ્પિટલો કે જ્યાં બે લાખ ઉપરાંત દર્દીઓ સારવાર માટે આવે છે ત્યાં જરૂરી વર્ગ-૪ નો સ્ટાફ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial