Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં સાર્વત્રિક મેઘમહેરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: હાલારમાં ગઈકાલે ફરી વાતાવરણ પલ્ટાયું હતું અને ઝાપટાંથી સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ કલ્યાણપુર પંથકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે જામજોધપુરમાં અઢી ઈંચ વરસાદ વરસી જ્યા ચો તરફ પાણીનું સામ્રાજ્ય છવાયું જોવા મળ્યું હતું. જામનગર શહેરમાં બે દિવસના વિરામ પછી ગઈકાલે પુનઃ મેઘરાજાની પધરામણી થવા પામી હતી.

ગઈકાલે જામજોધપુરમાં અઢી ઈંચ, ધ્રોલમાં એક ઈંચ વરસાદ થયો હતો. જ્યારે જામનગરમાં ૮ મી.મી., જોડિયામાં ૧૩ મી.મી., કાલાવડમાં ૭ મી.મી., લાલપુરમાં ૯ મી.મી. વરસાદ નોંધાયો છે. ખાસ કરીને કાલાવડમાં ખરેડીમાં પાંચેક ઈંચ વરસાદ વરસી ગયો હતો.

આ ઉપરાંત જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલે સારો વરસાદ નોંધાયો છે. જેમાં મોટી બાણુંગારમાં ૧ર મી.મી., ફલ્લામાં ૩૦ મી.મી., જામવણંથલીમાં રર મી.મી., મોટી ભલસાણમાં રપ મી.મી., અલીયાબાડામાં ર૦ મી.મી., બાલંભામાં ૩ર મી.મી., પીઠડમાં ૬૭ મી.મી., લતીપુરમાં ૪પ મી.મી., લૈયારામાં ર૮ મી.મી., નિકાવામાં ર૬ મી.મી., ખરેડીમાં ૧ર૦ મી.મી., ભલસાણ-બેરાજામાં ૧પ મી.મી., નવાગામમાં પ૦ મી.મી., મોટા પાંચ દેવડામાં ૪૦-૪૦ મી.મી., સમાણામાં ર૧ મી.મી., શેઠવડાળામાં ૩૦ મી.મી., જામવાડીમાં પર મી.મી., વાંસજાળીયામાં પપ મી.મી., ધ્રાફામાં ૪પ મી.મી. વરસાદ થયો હતો.

પરડવામાં ૬પ મી.મી., ભણગોરમાં ૧પ મી.મી., મોડપરમાં રર મી.મી. અને હરીપરમાં ૧ર મી.મી. વરસાદ નોંધાયો છે.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલે મેઘમહેર થતા લોકોએ રાજીપો વ્યક્ત કર્યો હતો, જેમાં ખંભાળીયામાં અડધો ઈંચ, ભાણવડમાં પોણો ઈંચ, દ્વારકામાં એક ઈંચ અને કલ્યાણપુર તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

કલ્યાણપુર પંથકમાં થયેલા સારા વરસાદથી અનેક નદી, નાળા, ચેકડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. સાની ડેમમાં પણ નવું નાણી આવ્યું છે, તો કેટલાક ચેકડેમ છલકાઈ ગયા છે.

વાવણી કાર્ય પછી સમયસર વરસાદ થતા ખેડૂતો પણ ખુશ-ખુશાલ જોવા મળ્યા હતાં. કલ્યાણપુર, દુધીયા, ધતુરીયા, રાજપરા, હરીપર, ડાંગરવડ, ગઢકા, બાંકોડી, ભાટિયા સહિતના ગામમાં વરસાદના વાવડ મળ્યા છે.

ભાટિયામાં એક ઈંચ અને કેનેડીમાં બે ઈંચ વરસાદ થયો હોવાનું જણાવાઈ રહ્યું છે તથા આ પંથકના અનેક ગામડાઓમાં એકથી બે ઈંચ વરસાદના વાવડ મળી રહ્યાં છે. પરિણામે ઠેર-ઠેર પાણીના ખાબોચીયા ભરાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh