Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરહદી ગામ કુરન થી શાળા પ્રવેશોત્સવ કરાવી રાત્રી મુકામ કરશે
ગાંધીનગર તા. ૨૭: ભૂપેન્દ્રભાઈ પટેલ બે'દિ કચ્છમાં છે. તેઓ કચ્છી નવા વર્ષની ઉજવણી કરીને રાત્રીના એવા કુરન ગામમાં રોકાશે. તેઓ દેશના પ્રથમ સરહદી ગામ કુરનમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવશે અને ભુજમાં રાષ્ટ્રીય મહિલા હેન્ડબોલ સ્પર્ધા ખુલ્લી મુકશે. મુખ્યમંત્રી કુરન ખાતે અંદાજે રૂ. ૧૦૭ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
કચ્છના પ્રથમ સરહદી ગામ કુરનથી રાજ્યકક્ષાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવા સહિત વિવિધ કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થવા અને કુરન ખાતે આયોજિત વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા. ૨૭ અને ૨૮ જૂન એમ બે દિવસ કચ્છ જિલ્લાના પ્રવાસે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૨૭ જૂનના રોજ સાંજે ૬ કલાકે ભુજના હમીરસર તળાવના કાંઠે આયોજિત સાંસદ કાર્નિવલને ખુલ્લો મુકીને તેનો શુભારંભ કરાવશે. ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કુરન ગામમાં રાત્રિરોકાણ કરશે.
મુખ્યમંત્રી તા. ૨૮ જૂનના સવારે ૯ કલાકે કુરનની શાળામાં રાજ્યકક્ષાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી બનશે અને બાળકોને પ્રવેશ અપાવશે. ત્યારબાદ મુખ્યમંત્રી કુરન ચેકડેમની મુલાકાત લઈને વૃક્ષારોપણ કરશે. બાદમાં સવારે ૧૦ કલાકે મુખ્યમંત્રી કુરન હાઈસ્કૂલમાં આયોજિત કાર્યક્રમમાં અંદાજે રૂ. ૧૦૭ કરોડથી વધુ ના વિવિધ વિકાસલક્ષી ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામોની કચ્છના નાગરિકોને ભેટ આપશે. ત્યાર પછી સવારે ૧૧ વાગ્યે ખાવડા સરહદી વિસ્તારમાં ચાલી રહેલી વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લેશે, તે પછી મુખ્યમંત્રી ભુજ પહોંચીને આર.ડી.વરસાણી હાઈસ્કૂલથી રાષ્ટ્રીયકક્ષાની નેશનલ હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી બપોરના ૩ કલાકે ભુજમાં સિંદૂર વનમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial