Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બાકી વેરો ભરપાઈ કરવા માટે ૧૦૦% વ્યાજ માફી

જામ્યુકો દ્વારા ફરી એક તક અપાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગર મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત વ્યાજ માફી યોજના અમલમાં મુકવામાં આવી છે. જે આગામી તા. ૭-૭-૨૫ સુધી અમલમાં રહેશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા જનરલ બોર્ડના ઠરાવી અને વહીવટી મંજુરી અન્વયે તા. ૧-૪-૨૦૦૬ થી તા. ૩૧-૩-૨૦૨૫ સુધી કાર્પેટ બેઈઝ પદ્ધતિ મુજબના મિલકત વેરા/પાણી ચાર્જ/વ્યવસાય વેરા ની રકમ ઉપર ૧૦૦% વ્યાજ માફી યોજના તા. ૧૬-૬-૨૫ થી તા. ૭-૭-૨૫ સુધી જાહેર કરવામાં આવી છે.

આ યોજનાને તા. ૨૬-૬-૨૫ થી લાઈવ કરવામાં આવી છે. જે બાકીદારોનો મિલકતવેરો/પાણી ચાર્જ/વ્યવસાય વેરો ભરવાનો બાકી હોય, તેવા બાકીદારોને તા. ૧૦૦% વ્યાજ માફી યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકામાં વેરો સ્વીકારવામાં મુખ્ય કચેરીમાં માન્ય કલેકશન સેન્ટર, શરૂસેકશન, રણજીતનગર સિવિક સેન્ટર, ગુલાબનગર સિવિક સેન્ટર, મોબાઈલ કલેકશન વાન, જે.એમ.સી. કનેક્ટ એપ, મહાનગરપાલિકાની વેબસાઈટ, એચ.ડી.એફ.સી., આઈ.ડી.બી.આઈ. અને નવાનગર બેંકની તમામ શાખાઓમાં વેરો ભરપાઈ કરી શકાશે. તેમ આસી. કમિશ્નર જીજ્ઞેશ નિર્મળએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh