Advertisement
Author: નોબત સમાચાર

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યો અને આયોજન અંગે સમીક્ષા

પ્રવાસન મંત્રીની અધ્યક્ષતામાં પ્રવાસન વિભાગની બેઠકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: રાજ્યના પ્રવાસન મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરની ઉપસ્થિતમાં પ્રવાસન વિભાગની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસન સ્થળોનો વિકાસ, નવા પ્રવાસન સ્થળો વિકસાવવા અંગે તથા હાલ ચાલી રહેલ કામગીરી અને આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર આયોજનો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

જામનગર જીલ્લાના પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર હાલ પર્યટકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં સીદસર ઉમિયા માતાજી મંદિર, ભૂચરમોરી શહીદ વન, સપડા ગણપતિ મંદિર, રણુજા મંદિર, મચ્છુ માતાજી મંદિર, નાથજી દાદા મંદિર, ટપકેશ્વર મહાદેવ મંદિર, જીણાવરી સૂર્યમંદિર, જોડિયા બંદરનો વિકાસ કરવા સહીત પ્રવાસનની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા જીલ્લાના સ્થળોનો પર્યટન સ્થળો તરીકે વિકાસ કરવા માટેના આયોજનો અંગે લગત અધિકારીઓએ મંત્રીને માહિતી આપી હતી. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ, બરડો ડુંગર, તથા હરસિદ્ધિ વન ખાતે પર્યટકો માટે વિવિધ પીકનીક સ્પોટ ઉભા કરવા અંગે તથા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણનું જતન થાય તે પ્રકારે વન વિભાગના અધિકારીઓ દ્વારા જે કામગીરી થઇ રહી છે તે અંગે, આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર કામો વિષે મંત્રીને વિસ્તુત માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યનાં ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોને વધુને વધુ વિકસાવીને ગુજરાતને 'વૈશ્વિક પ્રવાસન ડેસ્ટિનેશન' તરીકે ઓળખ અપાવવાની રાજ્ય સરકારની નેમ છે. જામનગર તથા દ્વારકા જિલ્લામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તે પ્રકારે પ્રવાસન સ્થળોનો વિકાસ કરી પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવા અને પર્યટકોની સુવિધાઓમાં વધારો થાય તે પ્રકારે આયોજન હાથ ધરી સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા, નડતરરૂપ દબાણો દૂર કરવા તથા હાલારને નવી ઓળખ મળે અને પ્રવાસન સ્થળોને આગવી ઓળખ મળે તે મુજબ કામગીરી કરવા લગત અધિકારીશ્રીઓને માર્ગદર્શન તથા જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, જામનગર મરીન નેશનલ પાર્ક નાયબ વન સંરક્ષક રવીપ્રસાદ, દેવભૂમિ દ્વારકા સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક અરુણકુમાર, જામનગર વન વિભાગ નાયબ વન સંરક્ષક રાધિકા પડસાલ, વન વિભાગના અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh