Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એડમિશન અંગે હેલ્પડેસ્ક ઊભું કરાયું
જામનગર તા. ૨૭: આઈટીઆઈ, જામનગરમાં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ માટે તા. ૩૦ જૂન સુધીમાં ફોર્મ ભરી શકાશે. પ્રવેશ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે આઈટીઆઈ જામનગરમાં હેલ્પ ડેસ્કની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
ઔદ્યાગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) જામનગર ૧૯૫૭થી કૌશલ્ય નિર્માણ દ્વારા રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવામાં અગ્રેસર રહી છે. અહીં, તાલીમાર્થીઓને ઉદ્યોગોની માંગ અને તેમની રૂચિ અનુસાર વ્યવસાયિક તાલીમ આપીને કુશળ કારીગરો બનાવવામાં આવે છે.
આઈટીઆઈ જામનગર સરેરાશ દર વર્ષે ૭૦% કે તેથી વધુ તાલીમાર્થીઓને પ્લેસમેન્ટ અને એપ્રેન્ટિસશીપ દ્વારા રોજગારી મેળવવામાં મદદ કરે છે, જે તેમની ઉજ્જવળ કારકિર્દી માટે મજબૂત પ્લેટફોર્મ પુરૃં પાડે છે. ૧૮ એકરના વિશાળ કેમ્પસમાં ફેલાયેલી આ સંસ્થા ૩૦ થી વધુ ટ્રેડ્સ માટે આધુનિક પ્રેકટિકલ તાલીમી સુવિધાઓ ધરાવતા સુસજ્જ વર્કશોપ્સ ધરાવે છે. અહીં વિવિધ ક્ષેત્રોના વિષય નિષ્ણાત પ્રશિક્ષકોની અનુભવી ટીમ છે, જે વિદ્યાર્થીઓને ઉદ્યોગની જરૂરિયાતો મુજબ શ્રેષ્ઠ કૌશલ્ય પ્રદાન કરે છે.
આઈટીઆઈ જામનગરમાં પ્રવેશ ૨૦૨૫ માટેની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓને પ્રવેશ ફોર્મ ભરવામાં સરળતા રહે અને કારકિર્દી સંબંધિત માર્ગદર્શન મળી રહે તે માટેના આઈટીઆઈ જામનગર ખાતે એડમિશન હેલ્પ સેન્ટર કાર્યરત છે. જેનો રૂબરૂ સંપર્ક કરી મદદ મેળવી શકાશે. આ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓના પ્રવેશ સંબંધિત પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial