Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજથી બુકીંગ શરૃઃ
રાજકોટ તા. ૯: પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ચલવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન રાજકોટ ડિવિઝનમાંથી પસાર થશે. ટ્રેન નં. ૦૯ર૦પ/૦૯ર૦૬ પોરબંદર-આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ (ર-ર ટ્રીપ) કરશે.
ટ્રેન નંબર ૦૯ર૦પ પોરબંદર-આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન તા. ૧૦-૪-ર૦રપ અને ૧૭-૪-ર૦રપ ના સવારે ૮.પ૦ વાગ્યે પોરબંદર સ્ટેશનથી ઉપડશે, રાજકોટ તે જ દિવસે બપોરે ૧.૧પ વાગ્યે પહોંચશે અને શનિવારે સાંજે ૬.૪પ વાગ્યે આસનસોલ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નં. ૦૯ર૦૬ આસનસોલ-પોરબંદર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન તા. ૧ર-૪-ર૦રપ અને ૧૯-૪-ર૦રપ ના આસનસોલ સ્ટેશનથી ૧૭.૪પ વાગ્યે ઉપડશે અને સોમવારે સવારે ૧૦.૩૦ વાગ્યે રાજકોટ અને બપોરે ૧.૪પ વાગ્યે પોરબંદર પહોંચશે.
આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન બન્ને દિશામાં ભાણવડ, લાલપુર, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગડા, ઉજ્જૈન, સંત હિરદારામનગર, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ગોવિંદપુરી, પ્રયાગરાજ, મિર્જાપુર, પંડીત દીનદયાલ ઉપાધ્યાય જંકશન, સાસારામ, ગયા, કોડરમા અને ધનબાદ સ્ટેશનો પર રોકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial