Advertisement
Author: નોબત સમાચાર

બ્લીસ આઈવીએફ હોસ્પિટલની જામનગર બ્રાન્ચનું સંસદસભ્યના હસ્તે ઉદ્દઘાટન

ધારાસભ્યો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં

જામનગર તા. ૯: બ્લીસ આઈવીએફ હોસ્પિટલની જામનગર બ્રાન્ચનું ઉદ્દઘાટન રામનવમીના દિને સંસદ સભ્ય પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું. બ્લીસ આઈવીએફ હોસ્પિટલ (ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર)ના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય હેમંતભાઈ ખવા, કરસનભાઈ કરમુર, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સંજયભાઈ કાંબરીયા, રાજુભાઈ ગાગીયા, નાથાભાઈ ગાગલીયા, ગોવિંદભાઈ કરમુર, પરબતભાઈ ચાવડા, પ્રવિણભાઈ માડમ, ડો. હિનાબેન પટેલ, ડો. કલ્પનાબેન ભટ્ટ, ડો. નેહલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. બ્લીસ આઈવીએફ હોસ્પિટલ છેલ્લા ૧૫ વર્ષથી નિઃસંતાનપણાની સારવાર માટે કાર્યરત છે, અને ૧૫ હજારથી વધુ નિઃસંતાન દંપતીઓને સંતાન સુખ પ્રાપ્ત થયું છે.

જામનગરની હોસ્પિટલમાં અનુભવી ડો. નિલેશ આહિર (ચાવડા), ડો. રમેશ કછટીયા, ડો. ધવલ બગડા, ડો. ભાવેશ હિરપરા, ડો. પંકજ ચકલાશીયાની ટીમ કાર્યરત છે. અહીં આઈયુઆઈ, આઈવીએફ, આઈસીએસઆઈ, કાયોપ્રઝાવેશન ઓફ એગ્સ, સ્પર્મ એન્ડ એમ્બ્રાયો જેવી એડવાન્સ સુવિધાઓ ઉપલબ્ધ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh