Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરિષ્ઠ નાગરિકને એફ.ડી. માટે ધકકા ખવડાવ્યા
જામનગર તા. ૯: જામનગરમાં સરકારી બેંકમાં અધિકારીઓ દ્વારા ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરવામાં આવે છે. પગાર વધારા માટે સતત જાગૃત રહેતા રાષ્ટ્રીય બેન્કના કર્મચારીઓ ગ્રાહક સેવામાં અળખામણા જ રહે છે.
જામનગરમાં રણજીત રોડ પરની બેન્ક ઓફ બરોડામાં ચંદારાણાભાઈ નામના વરિષ્ઠ નાગરિક આ બેન્કમાં એ.ડી. કરાવવા માટે ગયા હતાં ત્યારે મેનેજરે તેમને વ્યાજમાં તફાવત બાબતે ઉદ્ધતાઈથી જવાબ આપ્યો હતો.
આ પછી રૂ. ૪૫૦૦૦ની એફ.ડી. માટે ચેક આપ્યો હતો અને ૧૮૯ દિવસની મુદ્દની એફ.ડી. કરવા જણાવ્યંુ હતું તો બેન્કે ૪૦૦ દિવસની મુદ્દતની એફ.ડી. કાઢી નાંખી હતી. આ પછી ફરી વખત મેનેજર સમક્ષ રજૂઆત કરતા એકાદ કલાક બેસાડી રાખ્યા પછી ૧૮૯ દિવસની મુદ્દતની રશીદ બનાવી આપી હતી. પરંતુ આ ગ્રાહકને પોતાની એક એફ.ડી. માટે અનેક ધકકા ખાવા પડયા હતાં. આમ પગાર વધારા સહિતનાં મુદ્દે સતત જાગૃત રહેતા બેન્ક કર્મચારીઓ ગ્રાહક સેવા મુદ્દે વધુ જાગૃતતા દેખાડતા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial