Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈ હબ-અમદાવાદના સહયોગથી
જામનગર તા. ૯: એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગરમાં 'આઈ-હબ' અમદાવાદના સહયોથી 'આરોગ્ય ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ તથા ઉદ્યોગ સાહસિક્તા' વિષય પર સેમિનાર યોજાયો.
એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગરમાં 'આઈ-હબ' અમદાવાદના સહયોગથી 'હેલ્થકેરમાં સ્ટાર્ટઅપ્સ તથા ઉદ્યોગ સાહસિક્તા વિષય' પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બે સેશનમાં યોજાયેલ આ કાર્યક્રમમાં એમબીબીએસના વિદ્યાર્થીઓ, પીજીના વિદ્યાર્થીઓ તથા સંસ્થામાં ફરજ બજાવતા તજજ્ઞો મળી કુલ ૩પ૦ લોકો સહભાગી બન્યા હતાં. મેડિકલ તથા હેલ્થકેરમાં નવા રિસર્ચ થાય, નવી ટેકનોલોજીનો વિકાસ થાય, નવા સ્ટાર્ટઅપ ખોલી શકાય તેમજ ભવિષ્યમાં દર્દીઓને તેનોલાભ મળી શકે તે હેતુથી ઈનોવેશનના નોડલ ઓફિસર ડો. વિજય સાતાની અધ્યક્ષતામાં તથા તજજ્ઞ ડો. જીજ્ઞેશ વડગામાના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આઈ-હબ સંસ્થામાંથી આ પ્રોગ્રામમાં એક્સપર્ટ તરીકે કૃતિકા શર્મા, ડો. કર્ણવ પટેલ અને વત્સલ દિક્ષીે હાજર રહીને પોતાના અનુભવો જણાવ્યા હતાં.
આ ઉપરાંત વર્ચ્યુઅલ માધ્યમથી ડો. રાઘવેન્દ્ર ભાલેરાવે પણ તેઓના સ્ટાર્ટઅપ વિશે જાણકારી આપી હતી. તમામ વક્તાઓએ આરોગ્ય ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ તથા ઉદ્યોગસાહસિક્તા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તદુપરાંત સંસ્થામાં અભ્યાસ કરી રહેલા તબીબી વિદ્યાર્થીઓએ પણ તેઓ દ્વારા શરૂ કરવમાં આવેલ નવા સ્ટાર્ટઅપ અંગેના અનુભવો જણાવ્યા હતાં. આ વિશેષ પ્રોગ્રામ સંસ્થાના વિદ્યાર્થીઓ તથા તજજ્ઞોને મેડિકલ તથા હેલ્થકેરમાં ભવિષ્યમાં ખૂબ ઉપયોગી બની રહેશે તેમ ડીન તથા નોડલ ઓફિસરે જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial