Advertisement
Author: નોબત સમાચાર

આરબીઆઈએ રેપોરેટમાં ૦.૨૫ %નો ઘટાડો કર્યો જાહેરઃ ઈએમઆઈ ઘટશે

રેપોરેટ ૬ ટકા થતા લોન સસ્તીઃ વ્યાજદરોના ઘટાડાથી મધ્યમવર્ગ ખુશ

નવી દિલ્હી તા. ૯: આરબીઆઈની બીજી દ્વિમાસિક મોનિટરી પોલિસીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આરબીઆઈએ રેપોરેટમાં ૦.૨પ%નો ઘટાડો કર્યો છે.

વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં વધુ ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ સાથે રેપોરેટ ૬ ટકા થયો છે. આરબીઆઈએ સળંગ બીજી દ્વિમાસિક મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરોમાં ઘટાડો કર્યો છે. વ્યાજના દરોમાં ઘટાડો થતાં સામાન્ય ગ્રાહકો પર લોનનો બોજો હળવો થશે. તેમજ વપરાશ માગ વધવાની શક્યતા છે.

આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપોરેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરતાં સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ ૫.૭૫ ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ ૬.૨૫ ટક રહેશે. એમપીસીએ પોતાનું નીતિગત વલણ પણ તટસ્થથી બદલી ઉદાર કર્યું છે.

વ્યાજદર ઘટી ૬ ટકા કરાતાં બેન્કો આરબીઆઈ પાસેથી સસ્તા દરે ડિપોઝિટ લઈ શકશે. જેથી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતની લોન પર વ્યાજના દરો ઘટશે. લોનધારકો પર ઈએમઆઈનો બોજો હળવો થશે. એમએસએમઈ લોન પણ સસ્તી થશે.

રેપો રેટ આરએલએલઆર લિંક લોન પર જ લાગૂ થાય છે. જેથી રેપોરેટમાં થતાં ફેરફારોની અસર આ પ્રકારની લોન ધરાવતા લોનધારકોના ઈએમઆઈ પર થાય છે. પરંતુ એમસીએલઆર પર લેવામાં આવેલી હોમ લોન રેપો રેટ સાથે લિંક નથી. જે આરબીઆઈની ગાઈડલાઈન્સ અનુસાર બેન્ક વ્યાજદરો નક્કી કરે છે. ઘણા કેસોમાં એમસીએલઆર કરતાં રેપો લિંક લોનના વ્યાજદર ઉંચા હોય છે. જેથી લોન લેતી વખતે તમારી લોન કયાં રેટના આધારે છે, તેની જાણકારી મેળવી વ્યાજદરોની સરખામણી કરી શકાય છે.

સસ્તી લોનથી વપરાશ માગ વધશે. જેથી ઉત્પાદન અને રોજગારની તકોમાં વધારો થશે. હોમ લોન અને ઓટો લોન સસ્તી થતાં લોકોની ખરીદ શક્તિ વધશે. રેપોરેટ ઘટતાં આર્થિક ગતિવિધિઓને વેગ મળશે. જેનાથી ગુડ્સ એન્ડ સર્વિસિઝ સસ્તું થશે. ભાવમાં સ્થિરતા આવશે.

વ્યાજના દરોમાં ઘટાડો થતાં બચત ખાતા અને એફડી પર રિટર્ન ઘટી શકે છે. જેથી લોકો બેન્કમાં રોકાણના બદલે અન્ય વિકલ્પો શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ તરફ ડાયવર્ટ થઈ શકે છે. લોન સસ્તી થતાં માર્કેટમાં રોકડની ઉપલબ્ધતા વધશે. જેનાથી આર્થિક વિકાસને વેગ મળશે. ટ્રમ્પના ટેરિફ વોરના કારણે રૂપિયો ડોલર સામે મજબૂત બન્યો હતો. પરંતુ છેલ્લા ચાર સેશનથી તેમાં ઘટાડો નોંધાયો છે. આજે રેપો રેટમાં ઘટાડા વચ્ચે રૂપિયો ડોલર સામે ૩૦ પૈસા તૂટી ૮૬.૫૬ પર ટ્રેડ થઈ રહૃાો છે.

રેપો રેટ એ આરબીઆઈનો વ્યાજદર છે. જેના દર બેન્કો આરબીઆઈ પાસેથી લોન લે છે. આરબીઆઈ મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે રેપોરેટમાં ફેરફાર કરતી હોય છે. રેપો રેટમાં ઘટાડાથી મકાન, વાહન સહિત વિવિધ લોનના ઈએમઆઈનો બોજો હળવો થશે.

બેઠકમાં રેપો રેટમાં ઘટાડા અંગે લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતાં ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નવા વ્યવસાય વર્ષ ૨૦૨૬ ની શરૂઆત પડકારો સાથે થઈ છે, પરંતુ ભારતની અર્થવ્યવસ્થા સતત વધી રહી છે. રેપો રેટમાં ૦.૨૫ ટકાના ઘટાડા વિશે વાત કરતા તેમણે કહૃાું કે એમએસએફ દર ૬.૫% થી ઘટીને ૬.૨૫% થઈ ગયો છે. એસડીએફ દર ૬% થી ઘટાડીને ૫.૭૫% કરવામાં આવ્યો છે. તેમણે નીતિગત વલણને તટસ્થથી બદલીને એકોમોડેટિવ કર્યું છે.

ટેરિફ વોર અને બજારમાં મંદીના દબાણ વચ્ચે, રિઝર્વ બેંકે એક મોટો નિર્ણય લીધો છે અને લોકોને મોટી રાહત આપી છે. બેંક ઓફ અમેરિકા ગ્લોબલ રિસર્ચે તેના રિપોર્ટમાં આગાહી કરી હતી કે ભારતીય અર્થતંત્રને ધ્યાનમાં લેતા, કેન્દ્રીય બેંક સતત બીજી વખત રેપો રેટમાં ઘટાડો કરીને મોટી રાહત આપી શકે છે. આમાં, રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો અંદાજવામાં આવ્યો હતો. તે મુજબ આરબીઆઈએ રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. રેપો રેટમાં સતત બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. નવા નાણાકીય વર્ષમાં આરબીઆઈની એમપીસીની આ પહેલી બેઠક હતી.

ઉલ્લેખનિય છે કે આ પહેલા ફેબ્રુઆરીમાં યોજાયેલી એમપીસી બેઠકમાં, રિઝર્વ બેંકે એક મોટો નિર્ણય લીધો હતો અને પાંચ વર્ષના લાંબા અંતરાલ પછી રેપો રેટ (આરબીઆઈ રેપો રેટ કટ) માં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. આ પછી રેપો રેટ ઘટીને ૬.૨૫ ટકા થઈ ગયો હતો. અગાઉ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ મે ૨૦૨૦ માં રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. જોકે તે પછી તેને ધીમે ધીમે ૬.૫ ટકા સુધી વધારવામાં આવ્યો હતો. છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh