Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ શાંતિ માટે વિશ્વના ૧૦૮ દેશમાં નવકાર મંત્રનાં સામૂહિક જાપઃ
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે વિશ્વ શાંતિ માટે જૈન સમાજની આંતરરાષ્ટ્રીય સંસ્થા જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન"(જીતો) દ્વારા વિશ્વ નવકાર દિનની ઉજવણી નિમિત્તે ભારતભરમાં તેમજ કુલ વિશ્વનાં ૧૦૮ દેશમાં નવકાર મંત્રના સામૂહિક જાપનું આયોજન કરવામાં આવ્યુ હતું. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તથા અમદાવાદમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નવકાર મંત્રનાં સામૂહિક જાપનો શુભારંભ કરાવ્યો હતો. જામનગરમાં પણ વિવિધ જૈન સંસ્થાઓનાં ઉપક્રમે આયોજનો થયા હતા. ઓશવાળ સેન્ટરમાં બહોળી સંખ્યામાં સમૂહ જાપ તથા સમૂહ નવકારશી કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત પટેલ કોલોની સંઘ, પેલેસ સંઘ, પારસધામ,તેજપ્રકાશ સોસાયટી, દેવબાગ ઉપાશ્રય વગેરે સ્થળોએ પણ ગુરૂ ભગવંતોની નિશ્રામાં નવકાર મંત્રનાં સામૂહિક જાપ કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial