Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૩ ફોજદારને અપાઈ પીઆઈ તરીકે બઢતીઃ
જામનગર તા.૯ : જામનગરમાં ફરજ બજાવતા છ પીએસઆઈની અન્યત્ર બદલી કરવાનો ગઈકાલે રાજ્યના મુખ્ય પોલીસવડાએ હુકમ કર્યાે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે નવા ફોજદારને મૂકવામાં આવ્યા છે. ઉપરાંત બિનહથિયરધારી વર્ગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કુલમાંથી ૩૩ અધિકારીને પીઆઈ તરીકે બઢતી પણ આપવામાં આવી છે.
રાજ્યના બિનહથિયાર ધારી પોલીસદળમાં વર્ગ-૩માં પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કુલ પૈકીના ૩૩ પીએસઆઈને સોમવારે રાજ્યના ડીજી અને આઈજીના હુકમથી બઢતી અપાઈ છે. જેમાં મોરબી, પોરબંદર, સુરત, આણંદ, પાટણ, ભરૂચ, ખેડા તથા અમદાવાદ સહિતના જિલ્લાઓમાંં ફરજ બજાવતા ૩૩ અધિકારી પીઆઈ તરીકે પ્રમોટ થયા છે.
તે ઉપરાંત ગઈકાલે રાજ્યના બિનહથિયારધારી પોલીસ સબ ઈન્સ. વર્ગ-૩માં ફરજ બજાવતા કુલ પૈકીના ૧૮૨ અધિકારીને બદલી આપવામાં આવી છે.
જેમાં જામનગરના આર.પી. અસારી, પુરીબેન આર. કારાવદરા, એચ.વી. ગોહિલને અનુક્રમે ગાંધીનગર, પોરબંદર તથા અમદાવાદમાં મુકવામાં આવ્યા છે.
સીટી એ ડિવિઝનમાં ફરજ બજાવતા પીએસઆઈ એમ.કે. બ્લોચને રાજકોટ, ઝેડ.એમ. મલેકને ભુજ, બી.એલ. ઝાલાને સુરેન્દ્રનગર બદલી મળી છે. દ્વારકા જિલ્લામાંથી પી.જે. ખાંટને ખેડા, ડી.જી. પરમારને સુરેન્દ્રનગર, એ.બી. જાડેજા અને પી.બી. શ્રીમાળીને અમદાવાદ મુકાયા છે.
ભુજમાં ફરજ બજાવતા પીએસઆઈ યુ.કે. જાદવને તેમજ જુનાગઢથી પરબત એમ. ગોરફાડને દ્વારકા જિલ્લામાં બદલી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial