Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાના રાષ્ટ્રપતિએ ઉદ્ધતાઈપૂર્વક વિશ્વના નેતાઓની ઉડાવી મજાક...
નવી દિલ્હી તા. ૯: પ્લીઝ સર... ડીલ કરી લ્યો... અનેક દેશના નેતાઓ ચાપલૂસી કરી રહ્યા છે. તે પ્રકારનું ટ્રમ્પનું ઉદ્ધત નિવેદન ચર્ચાના ચાકડે ચડયું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની તીક્ષ્ણ અને અપ્રામાણિક શૈલીમાં વૈશ્વિક નેતાઓના પ્રયાસોની મજાક ઉડાવી છે. તેમણે કહૃાું, આ દેશો અમને ફોન કરી રહૃાા છે અને કહી રહૃાા છે કે સાહેબ, ફક્ત એક સોદો કરો... તેઓ મને ખુશામત કરી રહૃાા છે કે જેથી અમેરિકા સાથે વેપાર સોદો થાય.
ટ્રમ્પ હાઉસ રિપબ્લિકન્સ માટે ભંડોળ ઊભું કરવાના કાર્યક્રમને સંબોધિત કરી રહૃાા હતા. ટ્રમ્પે પોતાના ભાષણમાં કેટલાક દેશોના નેતાઓની નકલ કરી અને કહૃાું, કૃપા કરીને, કૃપા કરીને સાહેબ, એક સોદો કરો. હું કંઈ પણ કરીશ, કંઈ પણ સાહેબ... તેઓ એવા દેશોનો ઉલ્લેખ કરી રહૃાા હતા જે અમેરિકાના વધતા ટેરિફથી પરેશાન છે અને સમાધાન કરવાનો પ્રયાસ કરી રહૃાા છે.
આ નિવેદન પહેલાં, વ્હાઇટ હાઉસે પુષ્ટિ આપી હતી કે ૯ એપ્રિલથી ચીન પર આયાત જકાતમાં ૧૦૪%નો વધારો કરવામાં આવી રહૃાો છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ચીન મંગળવાર સુધીમાં તેના ૩૪%ના બદલો ટેરિફને દૂર નહીં કરે, તો અમેરિકા તેના ટેરિફમાં વધુ ૫૦% વધારો કરશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ટેરિફ વધારો સમયસર લાગુ કરવામાં આવશે.
ટ્રમ્પે રિપબ્લિકન નેતાઓ પર પણ કટાક્ષ કર્યો જેઓ ઇચ્છે છે કે કોંગ્રેસ વેપાર વાટાઘાટોમાં હસ્તક્ષેપ કરે. કોંગ્રેસ મારી જેમ વાટાઘાટો કરી શકતી નથી.
એપ્રિલની શરૂઆતમાં, ટ્રમ્પે ભારત, ચીન, બ્રાઝિલ, જાપાન અને યુરોપિયન યુનિયનથી થતી તમામ આયાત પર નવા ટેરિફની જાહેરાત કરી હતી. હવે ફાર્મા ક્ષેત્રને પણ નિશાન બનાવવામાં આવી રહૃાું છે. આ નીતિઓને કારણે વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધી છે અને સાથી દેશોમાં ચિંતા વધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial