Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધા મહત્ત્વપૂર્ણ નિર્ણયો
ગાંધીનગર તા. ૯: રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજય સરકારે પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકત ધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ અપનાવીને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે.
સ્ટેમ્પ ડ્યુટી એક્ટની આ સુધારેલી જોગવાઈઓ રાજ્યમાં ૧૦ એપ્રિલ, ૨૦૨૫, ગુરુવારથી અમલી થશે. રાજ્યના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈઓમાં જે સુધારા-વધારા કર્યાં છે તેમાં કરવામાં આવેલી જોગવાઈઓ મુજબ વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂ. ૨૦૦ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે. રૂ. ૧ કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ. ૫,૦૦૦/-ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે. રૂ. ૧૦ કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતાં ગીરોખત/ હાઇપોથીકેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂ. ૮,૦૦,૦૦૦/-ની ડ્યુટીની હાલની જોગવાઇમાં વધારો કરીને તે રૂ. ૧૫,૦૦,૦૦૦/- કરવામાં આવી છે. પરંતુ, એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂ. ૭૫,૦૦,૦૦૦/- સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ. ૫,૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
આ ઉપરાંત પણ ઓછી સ્ટેમ્પ ડયુટી, ડયુટી ચોરી, ભાડાપટ્ટા, ગીરોખત, ડોકયુમેન્ટની નકલ ફી વગેરેમાં પણ ગુજરાત સ્ટેમ્પ ડયુટી અધિનિયમ-૧૯૫૮ની જોગવાઈઓમાં પણ સુધારા-વધારા કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial