Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજમાં પ્રાધ્યાપકો દ્વારા તબીબી વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ

વિદ્યાર્થીઓમાં શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય જળવાઈ તે હેતુથી

જામનગર તા. ૯: શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ એ સૌરાષ્ટ્રમાં પ્રથમ જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમ ધરાવતી સંસ્થા છે.જ્યાં મહત્તમ અન્ડર ગ્રેજ્યુએટ એટલે કે એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી ૫૦% જેટલા વિદ્યાર્થીઓ ગુજરાત બહારના પ્રાંતમાંથી આવે છે. તે જ રીતે ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ પણ ૩ થી ૪ જિલ્લાઓના દર્દીઓને તબીબી સેવાઓ પૂરી પાડે છે. જેથી તબીબી વિદ્યાર્થીઓ એવા અનુસ્નાતક અને સ્નાતકો પર કામનું ભારણ ખૂબ રહે છે. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓનું શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સંસ્થા દ્વારા અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

જેમાં તબીબી વિદ્યાર્થીઓનું શારીરિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે ઘણા લાંબા સમયથી ડો.એસ.એસ.ચેટરજી, પ્રાધ્યાપક મેડિસિન વિભાગ અને એડિશનલ ડીન તેમજ ડો.ભુપેન્દ્ર ગોસ્વામી, સહપ્રધ્યાપક મેડિસિન વિભાગ આ દિશામાં કામગીરી કરી રહૃાા છે. ઉપરાંત વિદ્યાર્થીઓની માનસિક સ્વસ્થતા માટે પણ સંસ્થા ખાતે વારંવાર વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે. જેના ભાગરૂપે ગત તા.૨૪-૦૩-૨૦૨૫ ના તમામ પ્રાધ્યાપકોની હાજરીમાં પ્રથમ વર્ષના ૨૫૦ જેટલા એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓને માટે મેન્ટરશિપનો હેન્ડસ હોલ્ડિંગ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને તેમના મેન્ટર સાથે મેળવી અને તેમના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. આ પ્રોગ્રામ દરમિયાન વિદ્યાર્થીઓ તરફથી જે નાના-મોટા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા તેનું નિરીક્ષણ અને પરીક્ષણ કરી તે તકલીફોને દૂર કરવાના સમર્થ પ્રયત્નો કરી તે તમામ પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh