Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્ટે કરવાની અરજીઓ પણ ફગાવાઈઃ
જામનગર તા.૯ : જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં આવેલી મુસાફર ખાનાની જગ્યા અંગે તેર ભાડુતે હાઈકોર્ટમાં કરેલી અપીલ રદ્દ કરાઈ છે અને ભાડુતોએ સુપ્રિમ કોર્ટમાં જવા માટે કરેલી અરજી ઓ પણ ફગાવી દેવાઈ છે.
તાજેતરમાં વકફ કાયદાની અનેક જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો છે. તેને વર્ષ ૨૦૨૪થી અમલમાં લાવવાનો આદેશ કરાયો છે. તે કાયદાની જૂની તથા નવી જોગવાઈ મુજબ વકફ મિલકત અંગેની તકરાર આ કાયદાની કલમ ૮૩ તથા ૮પ મુજબ જે તે રાજ્યની વકફ ટ્રિબ્યુનલને નિર્ણય કરવા સત્તા અપાઈ છે.
તે મુજબ ગુજરાત રાજ્યની વકફ ટ્રિબ્યુનલે ગઈ તા.ર૧-૧૧-ર૪ના દિને કરેલા હુકમ મુજબ વકફ મિલકતની તકરાર સાંભળવા, ચલાવવા તમામ સત્તા હોવા છતાં હાઈકોર્ટ સમક્ષ જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં આવેલી હાજી મહંમદ અને હાજી હાસમ મુસાફર ખાનાની મિલકતના ભાડુત કલ્પના હોટલ વગેરે દ્વારા કરવામાં આવેલી અપીલમાં ગઈ તા.૪ના દિને હુકમ કરાયો છે.
હુકમમાં હાઈકોર્ટે ૧૩ ભાડુતની અપીલ રદ્દ કરી છે. ભાડુતો દ્વારા સર્વોચ્ચ અદાલત સમક્ષ જવા માટે સ્ટે કરવા આપેલી અરજી પણ ફગાવાઈ છે જામનગરના વકીલ હાજી હસન ભંડેરી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial