Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રેમી યુગલ નાસી ગયા પછી ફર્યું હતું પરતઃ
જામનગર તા.૯ : કલ્યાણપુરના ભોગાત ગામમાં એક યુવાન-યુવતી પ્રેમસંબંધ બંધાયા પછી ભાગી ગયા હતા. આ યુગલ સમાધાન થતાં પરત ફર્યું હતું પરંતુ યુવકના કેટલાક ડોક્યુમેન્ટ્સ યુવતી પાસે રહ્યા હતા. તે પરત અપાવવાની જવાબદારી લેનાર ચાર શખ્સ પાસે ડોક્યુમેન્ટ્સ મંગાતા સોમવારે બપોરે યુવકના પિતા પર બારેક શખ્સે ત્રણ મોટરમાં ધસી આવી હુમલો કરી માર માર્યાે હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના વાડી વિસ્તારમાં રહેતા નથુભાઈ ભીખાભાઈ ભાટીયા સોમવારે બપોરે પોતાના ખેતરે હતા ત્યારે ભોગાત ગામના જ માલદે રણમલ ગોરીયા, ભુટા રણમલ, હેમત રણમલ, રામશી કાનાભાઈ ગોરીયા, મેરાભાઈ, ભરતભાઈ અને બીજા પાંચથી છ અજ્ઞાત શખ્સ આવ્યા હતા.
આ શખ્સોમાંથી માલદે, ભુટા, હેમત, રામશીએ સ્કોર્પિયોમાંથી ધોકા કાઢી નથુભાઈને માર માર્યા પછી મેરા તથા ભરત અને બીજા પાંચથી છ શખ્સ બે મોટરમાં આવ્યા હતા. તેઓએ પણ ધોકા, ઢીકાપાટુથી માર મારી ઈજા પહોંચાડી હતી.
સારવારમાં ખસેડાયેલા નથુભાઈએ ગઈકાલે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ચાર હુમલા ખોરની કૌટુંબિક ભાણેજ સાથે નથુભાઈના પુત્ર રોહિતને પ્રેમ સંબંધ હતો. તે પછી આ યુવક, યુવતી ભાગી ગયા હતા. પાછળથી સમાધાન થતાં બંને પરત ફર્યા હતા અને પોત પોતાના ઘેર હતા પરંતુ રોહિતના કેટલાક ડોક્યુમેન્ટ તે યુવતી પાસે રહી ગયા હતા. તે પરત અપાવવાની જવાબદારી માલદે સહિતના ચાર વ્યક્તિએ સંભાળી હતી. તે પછી રોહિતે તે ડોક્યુમેન્ટ માંગતા બોલાચાલી પછી રોહિતના પિતા નથુભાઈને ઉપરોક્ત ટોળાએ લમધારી નાખ્યા હતા. પોલીસે ગુન્હો નોંધી આરોપીના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial