Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૬/૧૧ના આતંકી હુમલાના આરોપી
મુંબઈ તા. ૯: ૨૬/૧૧ હુમલાના આરોપી તહવ્વુર રાણાનું અમેરિકાથી પ્રત્યાર્પણ સંપન્ન થયુ છે અને અધિકારીઓ તેને લઈને વિશેષ વિમાનમાં ભારત રવાના થયા છે.
૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર રાણાને ગુરૂવારે (૧૦ એપ્રિલ) પ્રત્યાર્પણ કરવામાં આવશે. રાણાએ પ્રત્યર્પણ પહેલાં ભારતની અનેક એજન્સીઓની ટીમ હાલ અમેરિકામાં હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાલ આરોપી રાણા સાથે ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેટિવ અધિકારીની વિશેષ ટીમ રાણાના પ્રત્યર્પણની તમામ કાયદાકીય કાર્યવાહી પૂરી કરીને વિશેષ વિમાનમાં ભારત આવવા રવાના થઈ ગઈ છે. અમેરિકન કોર્ટના નિર્દેશ મુજબ, તહવ્વુર રાણા માટે દિલ્હી અને મુંબઈની જેલોમાં ગોપનીય રૂપે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભારત લાવ્યા બાદ રાણાને શરૂઆથના થોડા અઠવાડિયા સુધી એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી) ની કસ્ટડીમાં રાખવામાં આવશે. આ આખુય ઓપરેશન એનએસએ અજીત ડોભાલ, એનઆઈએ અને ગૃહ મંત્રાલયના અમુક ટોચના અધિકારીઓની દેખરેખમાં થશે.
આ પહેલાં અમેરિકાની સુપ્રિમ કોર્ટે તહવ્વુર રાણાની અરજીને ફગાવી દીધી હતી. જેમાં તેના પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરી હતી. ૨૬/૧૧ મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટમાં અરજી કરી હતી. રાણાએ અમેરિકાની સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમના પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી.
અરજીમાં તહવ્વુર રાણાએ કહૃાું હતું કે, જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મને ત્રાસ આપવામાં આવશે. હું ભારતમાં વધુ સમય ટકી નહીં શકું. રાણાએ અમેરિકાની કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં કહૃાું હતું કે, પાકિસ્તાની મૂળના મુસ્લિમ હોવાને કારણે તેમને ભારતમાં ખૂબ હેરાન કરવામાં આવશે. હૃાુમન રાઇટ્સ વોચ ૨૦૨૩ નો વર્લ્ડ રિપોર્ટ કહે છે કે ભારતની ભાજપ સરકાર ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે. ભારત સરકાર વધુને વધુ તાનાશાહી બની રહી છે અને જો ભારત સરકારને સોંપવામાં આવશે તો તેને ત્રાસ આપવામાં આવશે તેના પૂરતા કારણો છે. હું અનેક બીમારીઓથી પીડાઈ રહૃાો છું. મને પાર્કિન્સનની બીમારી છે. તેથી મને એવી જગ્યાએ ન મોકલવો જોઈએ જ્યાં મને રાષ્ટ્રીયતા, ધાર્મિકતા અને સાંસ્કૃતિક આધારે ટાર્ગેટ કરવામાં આવે.
તહવ્વુર રાણાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેણે આર્મી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો અને ૧૦ વર્ષ સુધી પાકિસ્તાન આર્મીમાં ડોક્ટર તરીકે કામ કર્યું. પરંતુ તહવ્વુર રાણાને પોતાનું કામ પસંદ ન આવ્યું અને તેણે નોકરી છોડી દીધી. બાદમાં તે ભારત સામે આતંકી પ્રવૃત્તિમાં સામેલ થનારો તહવ્વુર રાણા હજુ કેનેડાનો નાગરિક છે. પરંતુ, હાલમાં તે શિકાગોનો રહેવાસી છે, જ્યાં તે બિઝનેસ કરે છે.
કોર્ટના દસ્તાવેજો અનુસાર, તેણે કેનેડા, પાકિસ્તાન, જર્મની અને ઇંગ્લેન્ડમાં પ્રવાસ કર્યો છે અને લગભગ ૭ ભાષાઓ બોલી શકે છે. કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે કે ૨૦૦૬ થી નવેમ્બર ૨૦૦૮ સુધી, તહવ્વુર રાણાએ પાકિસ્તાનમાં ડેવિડ હેડલી અને અન્ય લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. આ સમય દરમિયાન, તહવ્વુર રાણાએ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હરકત-ઉલ-જેહાદ-એ-ઇસ્લામીને મદદ કરી અને મુંબઈ આતંકવાદી હુમલાની યોજના બનાવી અને તેને અંજામ આપવામાં મદદ કરી. આ કેસમાં આતંકવાદી હેડલી સરકારી સાક્ષી બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial