Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રથમ ટ્રાન્સઝેક્શનમાં વળતર અપાયું પણ હતું!
જામનગર તા. ૫ઃ જામનગરના એક વણિક વેપારીને રોકાણની સામે દર મહિને ૨૫ ટકા જેટલું વળતર અપાવવાની લાલચ બતાવી એક શખ્સે રૃા.૫૦ લાખ ઉપરાંતનું રોકાણ મેળવી લઈ ઠેંગો બતાવી દેતાં છેતરાયેલા વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે.
જામનગરના બેડી વિસ્તારમાં ચીકોરી પાવડરનું કારખાનું ચલાવતા ધવલ ભરતભાઈ શાહ નામના વેપારીને માર્ચ ૨૦૨૨માં એક શખસે મોબાઈલ પર કોલ કરી પ્લાસ્ટિક કોમોડીટીમાં રોકાણ કરવાનું કહી આંબા આંબલી બતાવ્યા હતા. તે શખ્સે રોકાણ પછી દર મહિને ૨૫ ટકા જેવું વળતર પરત આવશે તેમ જણાવ્યું હતું અને ધવલભાઈએ રૃા.૫૦ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી તે બાબતની ખરાઈ કરતા તેમને રૃા.૫૧૩૦ પરત પણ આવ્યા હતા. ત્યારપછી વિશ્વાસ બેસી જતા ધવલભાઈએ જુદા જુદા સમયે કુલ રૃા.૫૦,૦૪,૦૭૫ ની રકમનું રોકાણ કર્યું હતું. આ શખ્સે તમારા વળતરની રકમ મોબાઈલમાં જ ઓનલાઈન જોઈ શકાશે અને પરત પણ ખેંચી શકાશે તેમ કહ્યું હોય પોતાનું વળતર પરત મેળવવા ધવલભાઈએ પ્રયત્ન કરતા નિષ્ફળતા મળી હતી અને આખરે પોતે છેતરાયાનું ધવલભાઈને જણાઈ આવ્યું હતું. તેથી તેઓએ જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial