Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૂકત કરાવવા માટે ભારતીય યુદ્ધ જહાજ રવાનાઃ ભારત સરકારની બાજ નજર
નવી દિલ્હી તા. પઃ અરબી સમુદ્રમાં સોમાલિયાના તટ નજીક વધુ એક જહાજનું અપહરણ કરવામાં આવ્યું છે. જહાજમાં ૧પ ભારતીય ક્રૂ મેમ્બર હતા. આ લાઈબેરિયન ધ્વજવાળા જહાજનું એમ.વી. લીલા નોર્ફોક છે. ભારતીય નૌસેનાએ કહ્યુ છે કે તે આ મામલામાં નજર રાખી રહી છે. જહાજ પર હાજર ક્રૂ મેમ્બરોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જહાજની સુરક્ષા માટે નેવીએ આઈએનએસ ચેન્નાઈને જહાજ તરફ રવાના કર્યું છે.
મરીન ટ્રાફિકના જણાવ્યા અનુસાર, જહાજ બ્રાઝિલના પોર્ટો દો અકુથી બહેરીનના ખલીફા બિન સલમાન પોર્ટ તરફ જઈ રહ્યું હતું. તે ૧૧ જાન્યુઆરીના રોજ લોકેશન પર પહોંચવાનું હતું. વેસલ ફાઈન્ડરના જણાવ્યા હનુસાર, શિપનો છેલ્લે ૩૦ ડિસેમ્બરે સંપર્ક કરવામાં આવ્યો હતો.
ભારતીય નૌકાદળે જણાવ્યું હતું કે જહાજે યુકે મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) પોર્ટલ પર એક મેસેજ મોકલ્યો હતો. એવું કહેવાય છે કે ૪ જાન્યુઆરીની સાંજે લગભગ પ-૬ લોકો હથિયારો સાથે જહાજ પર ઊતર્યા હતાં.
નૌકાદળના જણાવ્યા મુજબ હાઈજેકની માહિતી મળતાં જ એક મેરીટાઈમ પેટ્રોલિંગ એરક્રાફટને જહાજ તરફ મોકલવામાં આવ્યું હતું. વિમાન વહેલી સવારે જહાજના લોકેશન પર પહોંચ્યું અને ક્રૂનો સંપર્ક કર્યો. નેવલ એરક્રાફટ આઈએનએસ ચેન્નાઈના લોકેશન પર સતત નજર રાખી રહ્યા છે.
ભારત સરકારની સમગ્ર ઘટનાકમ પર બાજ નજર છે. અહેવાલો મુજબ જહાજ પર તમામ લોકો સુરક્ષિત છે.
હાલમાં જહાજને કોણે હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો તેની માહિતી બહાર આવી નથી. આ દિવસોમાં અરબી અને રેજ-સીમા જહાજો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. આ પહેલા ૧૪ ડિસેમ્બરે ચાંચિયાઓએ માલ્ટાથી એક જહાજને હાઈજેક કર્યું હતું.
આ પછી, નૌકાદળે એડનની ખાડીમાં અપહરણ કરાયેલા જહાજ એમવી રૃએનની મદદ માટે પોતાનું એક યુદ્ધજહાજ મોકલ્યું. જહાજને ૬ લોકોએ હાઈજેક કર્યું હતું. ભારતીય નૌકાદળે માલ્ટાના જહાજમાંથી એક નાવિકને બચાવી લીધો હતો. આ નાવિક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
તેની સારવાર જહાજ પર શકય હતી., છતાંય તેને ઓમાન મોકલવામાં આવ્યો. ધ મેરીટાઈમ એક્ઝિક્યુટિવના અહેવાલ મુજબ, હાઈજેક કરાયેલું જહાજ કોરિયાથી તુર્કી જઈ રહ્યું હતું. ત્યારબાદ સોમાલિયાના ચાંચિયાઓએ તેના પર હુમલો કર્યો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial