Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના લોકકલાકારને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડઃ તામ્રપત્ર-શાલથી સન્માન

સાત રાજ્યોના લોકનૃત્ય ક્ષેત્રે

જામનગર તા. ૫ઃ હાલાર લોક કલા કેન્દ્રના સંચાલક અને આંતરરાષ્ટ્રીય કોરિયોગ્રાફર તથા ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર એવોર્ડથી સન્માનિત તેમજ તલવાર રાસ વિશ્વ વિક્રમ (ર૦૧૯-ર૦રર) ના કોરિયોગ્રાફર તથા ટ્રેનર જામનગરના જે.સી. જાડેજાનું વેસ્ટઝોન કલ્ચર સેન્ટર (ઉદેપુર-રાજસ્થાન) દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન, દીવ, દમણ અને દાદરાનગર એમ ૭ રાજ્યમાંથી લોકનૃત્ય ક્ષેત્રે ડો. કોમલ કોઠારી લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ રૃા. ર,પ૧,૦૦૦ તથા તામ્રપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

ઉદેપુરમાં આ પુરસ્કાર શીલ્યગ્રામ ઉત્સવમાં રાજસ્થાનના રાજ્યપાલ તેમજ વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટરના ડાયરેક્ટર દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. લોક કલા ક્ષેત્રે જામનગરમાં ૪ર વર્ષથી કાર્યરત જે.સી. જાડેજાએ વિશ્વના રર દેશોમાં કાર્યક્રમો/વર્કશોપ રજૂ કરેલા છે. આ એવોર્ડ મળતા સમગ્ર ગુજરાત તેમજ જામનગરનું ગૌરવ તેઓએ વધાર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh