Advertisement
Author: નોબત સમાચાર

વિશા શ્રીમાળી સોની સમાજની બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

જામનગર તા. પઃ જામનગરમાં વસતા વિશા શ્રીમાળી સોની સમાજના ક્રિકેટપ્રેમી યુવાનો માટ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૭-૧-ર૦ર૪ ના બપોરે ૩ વાગ્યાથી લાલપુર બાયપાસ ચોકડી પાસે રણજીતસાગર રોડ ઉપર આવેલ બોક્સ ગ્રાઉન્ડમાં આ ટુર્નામેન્ટ યોજાશે. આ ટુર્નામેન્ટમાં ૧૪ વર્ષથી વધુ વયના ખેલાડી જ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં માત્ર ૧ર ટીમો જ લેવાની હોય, ભાગ લેવા ઈચ્છુક ટીમોએ (૧) વૃંદાવન જ્વેલર્સ, ગીગાભાઈ ભેલવારા સામે, ચાંદીબજાર અને (ર) રોયલ સાયબર કાફે, જી-૮૪ માધવ સ્ક્વેર, લીમડાલેનમાંથી ફોર્મ મેળવી વિગતો સાથે વહેલાસર પરત પહોંચાડવા જણાવાયું છે.

આ ટુર્નામેન્ટમાં થનાર આવક વાઘેશ્વરી માતાજી મંદિરના જિર્ણોદ્ધાર માટે વાપરવામાં આવશે. સ્પોન્સરશીપ માટે જ્ઞાતિબંધુઓને અનુરોધ કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh