Advertisement
Author: નોબત સમાચાર

બરફીલા પવનોને કારણે ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડીઃ બરફવર્ષાઃ જનજીવન ઠપ્પ

માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ બે ડીગ્રી થતા પાણી થીજી ગયુંઃ સહેલાણીઓ ઠૂંઠવાયા

નવી દિલ્હી તા. પઃ બરફીલા પવનોને કારણે સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીથી ધ્રુજી ઊઠ્યું છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને જનજીવન ખોરવાયું છે. બરફવર્ષા થઈ રહી છે.

ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે ઉત્તર ભારતમાં હાડ થીજવણી ઠંડી શરૃ થઈ ગઈ છે. ગુરુવારે ઠંડા દિવસની તીવ્ર સ્થિતિએ લોકોને દિવસભર ધ્રુજારી આપી હતી અને મહત્તમ તાપમાન ૧ર-૧૮ ડીગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું. જે સિઝન માટે સામાન્ય કરતા અનેક ડીગ્રી ઓછું છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સતત વાદળછાયું આકાશ અને દિવસ દરમિયાન સૂર્ય દેખાતો ન હોવાને કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને ઉત્તર મધ્ય પ્રદેશના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ર-૬ ડીગ્રી સેલ્સિયસ ઓછું થયું છે. જો મહત્તમ તાપમાન સિઝનના સામાન્ય કરતા ૪.પ-૬.૪ ડીગ્રી ઓછું હોય તો ઠંડા દિવસ જાહેર કરવામાં આવે છે. જો તાપમાન સામાન્ય કરતા ૬.પ ડીગ્રી ઓછું હોય તો તીવ્ર ઠંડીનો દિવસ જાહેર કરવામાં આવે છે. દિલ્હીની સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન ૧ર.પ ડીગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતા ૬.૮ ડીગ્રી ઓછું છે.

હરિયાણાના હિસારમાં મહત્તમ તાપમાન ૧ર ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનમાં સામાન્ય કરતા ૬.૮ ડીગ્રી ઓછું છે. મધ્યપ્રદેશના ભોપાલમાં મહત્તમ તાપમાન ૧૬.૭ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતા ૭.૩ ડીગ્રી ઓછું છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગરમ અને ભેજવાળા દક્ષિણ-પશ્ચિમ પવનોને કારણે રવિવાર પછી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ર-૪ ડીગ્રીનો વધારો થવાની સંભાવના છે. આવતા સપ્તાહની શરૃઆતમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, દક્ષિણ હરિયાણા અને દક્ષિણ ઉત્તરપ્રદેશના ભાગોમાં હળવાથી ખૂબ જ હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના ભાગોમાં ગાઢથી લઈને ખૂબ જ ગાઢ ધુમ્મસની પણ આગાહી કરી છે. ગાઢ ધુમ્મસને કારણે ઓછી વિઝિબિલિટીના કારણે ગુરુવારે દિલ્હી જતી ઓછામાં ઓછી ર૬ ટ્રેનો મોડી પડી હતી. આ સિવાય વિમાનોના સંચાલનને પણ અસર થઈ હતી. વાઈસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખરે જમ્મુ શહેરમાં તેમનો કાર્યક્રમ રદ્ કરવો પડ્યો હતો, કારણ કે ખરાબ હવામાનને કારણે તેમનું વિમાન જમમુ એરપોર્ટ પર ઉતરી શક્યું ન હતું અને પ્લેનને પઠાણકોટ તરફ વાળવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૮ અને ૯ જાન્યુઆરીએ હળવો વરસાદ અથવા ઝરમર ઝરમર વરસાદ પડવાની શક્યતા છે. હવામાનમાં ફેરફારને કારણે વરસાદના કારણે તાપમાનમાં વધારો થઈ શકે છે. એવી સંભાવના છે કે, ૧૦ જાન્યુઆરી સુધીમાં દિલ્હીનું મહત્તમ તાપમાન પાંચ ડીગ્રી સેલ્સિયસ વધી શકે છે અને પારો ૧૭ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. વિભાગનું માનવું છે કે, વરસાદને કારણે હવામાનમાં ફેરફાર થઈ શકે છે. આનાથી આકાશ સાફ થઈ જશે. જેનાથી સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

હવામાન ખાતાની આગાહી

ગુજરાતમાં સોમ-મંગળવારે માવઠું

હવામાન ખાતાની આગાહી મુજબ સોમવારથી દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેમજ ઉ. ગુજરાતમાં હળવો કમોસમી વરસાદ પડશે. વરસાદી માહોલના કારણે બેવડી ઋતુની અનુભૂતિ થશે. ચોમાસાના નવસારી, વલસાડ, ડાંગ, સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવો કમોસમી વરસાદ થશે, જ્યારે મંગળવારે ઉ. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મધ્ય ગુજરાતના મહીસાગર, દાહોદ અને સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં માવઠું થવાની આગાહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh