Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિયુષ એન્જિનિયરીંગના સ્ટોલની મુલાકાત લેતા સંસદસભ્ય સહિતના મહાનુભાવોઃ
જામનગર તા. પઃ જામનગરમાં જીઆઈડીસી શેડ એન્ડ પ્લોટ હોલ્ડર્સ એસો. (દરેડ) તથા લઘુઉદ્યોગ ભારતી સંસ્થા દ્વારા આયોજિત મેગા ઔદ્યોગિક પ્રદર્શન 'રેક-ફેસ્ટ-ર૦ર૪'માં જામનગરના અગ્રણી ઉદ્યોગગૃહ પિયુષ એન્જિનિયરીંગ વર્કસના સ્ટોલે ભારે આકર્ષણ જમાવ્યું છે.
જામનગરના બ્રાસ ઉદ્યોગે આજે વિશ્વભરમાં ડંકો લગાડ્યો છે, ત્યારે જામનગરના બ્રાસ ઉદ્યોગોની સિદ્ધિઓ આ પ્રદર્શનમાં જોવા મળે છે.
પિયુષ એન્જિનિયરીંગના વિશાળ સ્ટોલમાં કંપની દ્વારા સંપૂર્ણપણે ઈન હાઉસ સાથે સંપૂર્ણ ઓટોમેશન સાથેના અતિ આધુનિક મશીનો ડીસપ્લેમાં રાખવામાં આવ્યા છે, અને તે મશીનની કામગીરીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવે છે.
આ સ્ટોલમાં વિવિધ વિદેશી કંપનીના મશીનો સીએનસી, વીએમસી, ટીએમસી, ઈનહાઉસ લેબ જેવા મશીનો પણ ઉપલબ્ધ કરાયા છે.
ટેક ફેસ્ટના આયોજનમાં હાલારના સંસદસભ્ય પૂનમબેન માડમે પિયુષ એન્જિનિયરીંગના સ્ટોલની મુલાકાત લઈ કંપનીએ તૈયાર કરેલા મશીનોની જાણકારી મેળવી હતી અને પ્રભાવિત થયા હતાં. તેમણે કંપનીની સિદ્ધિને બિરદાવી હતી. પિયુષ એન્જિ.ના માલિકો પિયુષભાઈ પાલા તથા અજયભાઈ પાલાએ સાંસદનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા પણ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial