Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા. ૧૨૬૬ લાખના વોટરવર્કસના કામ સહિત માળખાકીય સુવિધાઓની દરખાસ્તો મંજૂર કરાઈ
જામનગર તા.૦૫ઃ જામનગર મહાનગર- પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કુલ રૃા. ૨૬ કરોડ, ૧૦ લાખના કુલ ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આજની બેઠકમાં બાર સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્ના સોઢા, મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી, નાયબ કમિશનર વાડ.ડી. ગોહિલ, સિટી ઈજનેર ભાવેશ જાની, આસિ. કમિશનર (વહીવટ) કોમલબેન પટેલ અને ટેક્સના જિજ્ઞેશ નિર્મલ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રાવણી મેળા દરમ્યાન પ્રદર્શન મેદાનમાં બનાવેલ સ્ટેજ-મંડપ માટે રૃા. ૨૮.૮૦ લાખ નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. શુભમ્ રેસિડેન્સીથી ટીટોડીવાડી રોડના સેન્ટ્રલ લાઈટિંગ વર્ક માટે રૃા. ૩૦.૨૩ લાખ તથા હાપા માર્કેટ યાર્ડથી રાધિકા ઈન્ટરનેશનલ સ્કૂલ રોડ પર સેન્ટ્રલ લાઈટિંગ માટે રૂ. ૧૮.૧૮ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. પંપ હાઉસમાં સોલાર રૃફટોપ રૂ. ૧૬.૫૬ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે, ભૂગર્ભ ગટર શાખા માટે હાઈડ્રોજેટિંગ મશીન (૨૦૦૦ લિ. કેપેસિટી) ચાર નંગ માટે રૂ.૧૦૪ લાખ તથા ૬૦૦૦ લિટરવાળા ૪ નંગ મશીન ખરીદી માટે રૂ. ૧૪૩ લાખ ૬૩ હજારનો ખર્ચ મંજૂર કરાયો, સોલિડ વેસ્ટ શાખા માટે એક્સકેવેટર (પોકલેન મશીન) ખરીદીની દરખાસ્ત અન્વયે રૂ. ૫૫ લાખ ૬૮ હજારનો ખર્ચ મંજૂર કરાયો હતો. જ્યારે ભૂગર્ભ ગટર શાખા માટે જ સુપર સકર મશીન ૪ નંગ ખરીદી માટે રૂ. ૨૦૩.૮૮ હજારનો ખર્ચ મંજૂર કરાયો હતો. તથા મોબાઈલ ટોઈલેટ (મૂવેબલ પબ્લિક સેનેટરી ફેસેલિટી) ખરીદી માટે રૂ. ૨૯ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.
ભૂગર્ભ બોક્સ ગટરની સફાઈ કામગીરી પાવર બકેટ મશીન દ્વારા કરવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. બેડી વિસ્તારના શેલ્ટર હોમના ઓપરેશન એન્ડ મેન્ટેનેન્સ માટે ૭.૯૯ લાખ તથા હાપા વિસ્તારના શેલ્ટર હોમના ઓપરેશન એન્ડ મેન્ટેનેન્સ માટે ૯.૯૯ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.
પીએમ ઈ-બસ સેવા અંતર્ગત ઈ-બસ ડેપો, ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન, ઈલેકટ્રીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી કરવા અંગે આર્કિટેક્ચર ડિઝાઈન તથા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી અનુસંધાને કન્સલ્ટન્ટની નિમણૂક કરવા રૃા. ૨૩.૪ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો. જામનગર મહાનગર-પાલિકા વિસ્તારમાં જીઆઈએસ બેઝ એપ્લિકેશનના કામે ઓપરેશન મેન્ટેનેન્સના દરખાસ્ત અન્વયે રૃા. ૬.૭૮ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ અને એમઆઈએસ સ્પેશિયાલિસ્ટની જગ્યાના કોન્ટ્રાક્ટ બેઇઝની નિમણૂક માટેની દરખાસ્ત માટે ૧૧ માસની મુદ્દત વધારવામાં આવી હતી. વોટર વર્કસ શાખાના મીટર રીડરને પેટ્રોલ એલાઉન્સ તથા આઉટડોર ડયુટી કર્મચારીને પેટ્રોલ એલાઉન્સ આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. સ્ટ્રેન્ધનીંગ ઓફ ગટર વર્કસના કામ અન્વયે વોર્ડ નં. ૨-૩-૪ માટે ૫ લાખ, વોર્ડ નં. ૮-૧૫-૧૬ માટે ૭ લાખ, તથા વોર્ડ નં. ૯-૧૩-૧૪ માટે રૃા. ૭ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.
વોર્ડ નં. ૧૦-૧૧-૧૨ માં પાણીની લાઈન ખોદવામાં આવેલ ટ્રેન્ચ તથા જુદી-જુદી કંપની દ્વારા ઓપ્ટિકલ ફાઈબર કેબલ તથા ઈલેક્ટ્રીક કેબલ વગેરેના લેઈંગના ટ્રેન્ચમાં સીસી ચિરોડાના કામ માટે રૃા. ૨૨.૩૬ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
વોર્ડ નં. ૫-૯-૧૩-૧૪ માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફિક વર્કસ માટે રૃા. ૩.૫ લાખ ખર્ચ મંજૂર કરાયો છે.
વોર્ડ નં. ૫-૯-૧૩-૧૪માં આંગણવાડી બનાવવા માટે રૃા. ૧૧૪.૫૦ લાખ, વોર્ડ નં. ૧-૬-૭માં આંગણવાડી બનાવવાના કામ માટે રૃા. ૮૨.૫૯ લાખના ખર્ચને મંજૂર કરાયો હતો. તથા વોર્ડ નં. ૮-૧૫-૧૬ માં આંગણવાડી બનાવવા માટે રૃા. ૭૧.૭૭ લાખનું ખર્ચ મંજૂર કરાયું છે. વોર્ડ નં. ૧૦-૧૧-૧૨માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બ્રીજ માટે રૃા. ૫ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.
વોર્ડ નં. ૮-૧૫-૧૬ માં સ્ટ્રેધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના કામ માટે રૃા. ૪ લાખ, વોર્ડ નં. ૫-૯-૧૩-૧૪ ને સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશનના કામ માટે રૃા. ૫ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. અને વોર્ડ નં. ૧૦-૧૧-૧૨ માટે પણ રૃા. ૫ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. વોર્ડ નં. ૧૨માં ખાનગી સોસાયટી, ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહત તથા અન્ય રહેણાક વિસ્તારમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાની વિકાસ યોજના અન્વયે સીસી રોડ / સીસી બ્લોક ના કામ માટે રૃા. ૨૨.૮૬ લાખ ના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.
વોર્ડ નં. ૫માં સોઢા સ્કૂલના પુલિયાથી નજીકની શેરીમાંથી પસાર કરી ઝઘડિયા પુલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામ માટે રૃા. ૨૧૩ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.
ડિઝાઈન, સપ્લાય, ઈન્સ્ટોલેશન, ટેસ્ટિંગ, કમિશનિંગ વર્કસ ઓફ ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ એસેસમેન્ટ વિથ સ્કાડા ઈન્ક્લુડિંગ ઈલેક્ટ્રો મિકેનિકલ વર્કસ ઓફ એક્ઝિસ્ટિંગ વેરિયસ સોર્સ, ફિલ્ટર પ્લાન એન્ડ ઈએસઆર ઈન્ક્લુડિંગ કન્ટ્રોલિંગ એન્ડ મોનિટરિંગ ઓફ એન્ટાયર ઓટોમેશન સિસ્ટમ વિથ ફાઈવ યર્સ ઓફ ઓપરેશન એન્ડ મેન્ટેનેન્સના કામ માટે રૃા. ૧૨૬૬ લાખ ૭૩ હજારના ખર્ચને મંજૂરી અપાઈ હતી.
નવ નિયુક્ત નાયબ કમિશનર વાય. ડી. ગોહિલને અધિકારી અને પદાધિકારીઓ દ્વારા આવકારીને સ્વાગત કરાયુું હતું. જ્યારે નિવૃત્ત થતાં વશરામભાઈ પરમાર તથા લાભશંકરભાઈ જોશીનું પણ સન્માન કરાયું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ આવાસના ડ્રો પછી ખાલી રહેલ આવાસો અન્વયે પાંચ યોજનામાં ૧૫૪ ખાલી આવાસો માટે ૨૮૯ અરજીનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરી ફાળવણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial