Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાધીશ જગતમંદિરમાં હાલમાં ચાલી રહેલા ધનુર્માસ દરમ્યાન ચાર પૈકીનો ત્રીજો દિવસ ધનુર્માસની પરંપરા અનુસાર ઉજવાયો હતો. વહેલી સવારે પ-૩૦ કલાકે મંગલા આરતી પછી શ્રીજીના બંધ પડદે અભિષેક સ્નાન બાદ શ્રીજીને અન્નકૂટ મનોરથ ઠાકોરજીના ભકત પરિવાર દ્વારા વારાદાર મયુરભાઈ પૂજારીના સૌજન્યથી યોજવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦ર૪ ની શરૃઆતમાં આજે સતત ચોથા દિવસે ઠાકોરના મનોરથ દર્શન યોજાયા હતાં. શુક્રવારના કેસરી વાઘા અને અલંકારો સાથેના શ્રીજીના દૈદિપ્યમાન શૃંગાર સાથેના મનોરથનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત ઓનલાઈનના વિવિધ માધ્યમોથી દેશ વિદેશના લાખો કૃષ્ણભકતોએ નિહાળી ભાવવિભોર બન્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial