Advertisement
Author: નોબત સમાચાર

પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા કલેકટરની અપીલઃ બેઠક યોજાઈ

ગ્રામ્ય-શહેરી કારીગરોને આવરી લેતી

જામનગર તા. પઃ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો લાભ લેવા જામનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં અપીલ કરવામાં આવી હતી. આયોજન હેઠળ જામનગર જિલ્લાના હાથ વડે કામગીરી કરતા ૧૮ પ્રકારના ગ્રામ્ય અને શહેરી કારીગરોને યોજનાકીય લાભ મળશે.

જાન્યુઆરી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અંતર્ગત કલેકટર બી.એ. શાહના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કલેકટરએ જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવવું, કેમ્પ યોજવા તેમજ ધંધાર્થીઓને આ યોજના અંગે માહિતગાર કરવા અંગે જરુરી સૂચનો આપ્યા હતાં.

પોતાના હાથ અને સાધનોથી કામ કરતા કારીગરો અને કારીગરોને એન્ડ ટુ એન્ડ સહાય પુરી પાડવા માટે આ યોજના ૧૮ વેપાર સાથે સંકળાયેલા કારીગરો અને શિલ્પકારોને આવરી લે છે, જેમ કે સુથાર (સુધાર-બધાઈ), બોટ ઉત્પાદક, શસ્ત્રાગાર, હેમર એન ટૂલ કિટ મેકર, લોકસ્મિથ, ગોલ્ડસ્મિથ (સોની), પોટર (કુંભાર), શિલ્પકાર (મૂર્તિકાર, સ્ટોન કાર્વર), સ્ટોન બ્રેકર, મોચી (ચાર્મકર), શૂઝમીથ, ફૂટવેર કારીગર, મેસન, બાસ્કેટ, મેટ-સાવરણી બનાવનાર, કોઈર વણકર, ઢીંગલી અને રમકડાની બનાવટ, વાણંદ, માળા બનાવનાર, વોશરમેન (ધોબી) દરજી અને ફિશિંગ નેટ મેકર.

આ યોજનામાં કારીગરો અને શિલ્પકારોને લાભો આપવામાં આવે છે. જેમાં રજીસ્ટ્રેશન બાદ રૃા. ૧પ૦૦૦ ની ટુલકીટ, બે તબક્કામાં તાલીમ દરમિયાન દૈનિક રૃા. પ૦૦ સ્ટાઈપેન્ડ તથા પ ટકા વ્યાજ દરે રૃા. ૩ લાખની લોનનો સમાવેશ થાય છે.

યોજનાની પાત્રતા જોઈએ તો ૧૮ વર્ષની લઘુતમ ઉંમર ધરાવતા કારીગર આ યોજનાનો લાભ લઈ શકશે. કુટુંબ દીઠ એક સભ્યને આ લાભ આપવામાં આવશે. અરજદારે છેલ્લા પાંચ વર્ષમાં રોજગારી કે વ્યવસાયિક વિકાસ માટે લોન લીધેલ ન હોવી જોઈએ. પરંતુ જેઓની લોન ભરપાઈ થઈ ગયેલ હોય તેઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકશે. સરકારી નોકરી કરતી વ્યક્તિ અને તેના પરિવારના સભ્યો આ સહાય માટે પાત્ર થશે નહીં.

આ યોજનાનો લાભ મેળવવા માટે આધારકાર્ડ, રાશનકાર્ડ, બેંક ખાતાની વિગતો, આધાર લિંક મોબાઈલ નંબર સાથે નજીકના સીએસસી સેન્ટર, ઈ ગ્રામ સેન્ટરમાં તથા વેબસાઈટ પર અજદારો જાતે પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ યોજનાનો જાહેર જનતાને વધુમાં વધુ લાભ લેવા તેમજ કોઈ તકલીફ જણાય તો લગત તાલુકા પંચાયત કચેરી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ યોજનાની વધુ માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

આ બેઠકામાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર, બી.એન. ખેર, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિાયમક, શારદા કાથડ, ડોમેઈન એકસપર્ટ, સભ્યો, ડો. વિમલભાઈ કગથરા, મેરામણભાઈ ભાટુ તથા સમિતિના સભ્યો હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh