Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધો. ૧૦ અને ૧ર ની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો બદલાઈ
નવી દિલ્હી તા. પઃ સીબીએસઈ બોર્ડની ધો. ૧૦ અને ૧ર ની પરીક્ષા ૧પ ફેબ્રુઆરીથી શરૃ થશે જેના કેટલાક પેપરની તારીખો બદલાઈ છે. સીબીએસઈની વેબસાઈટ પર પરીક્ષાનું સુધારેલું સમયપત્રક જોઈ શકાશે.
સીબીએસઈ બોર્ડની પરીક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ૧૦-૧ર ની બોર્ડ પરીક્ષા ર૦ર૪ ના કેટલાક પેપરની તારીખો બદલવામાં આવી છે. સીબીએસઈ બોર્ડના ધો. ૧૦ મા અને ૧ર મા ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષા ૧ જાન્યુઆરીથી શરૃ થશે જ્યારે થિયરી પરીક્ષા ૧પ ફેબ્રુઆરીથી શરૃ થશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ સીબીએસઈ બોર્ડ પરીક્ષા ર૦ર૪ ની સમયપત્રકમાં સુધારો કર્યો છે. સુધારેલા સમયપત્રક મુજબ બોર્ડે કેટલાક પેપરની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર સીબીએસઈ બોર્ડના ધો. ૧૦ અને સીબીએસઈ બોર્ડના ધોરણ ૧ર માં બંનેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સીબીએસઈ વર્ગ ૧ર તિબટાયન પેપર જે ૪ માર્ચ ર૦ર૪ ના લેવાનું હતું તે બદલાઈ ગયું છે અને હવે ર૩ ફેબ્રુઆરી ર૦ર૪ ના રોજ લેવામાં આવશે. જ્યારે ધો. ૧૦ નું રિટેલ પેપર જે ૧૬ મી ફેબ્રુઆરીએ નક્કી કરવામાં આવ્યું હતું તે હવે ર૮ મી ફેબ્રુઆરી ર૦ર૪ ના રોજ લેવામાં આવશે. તેવી જ રીતે સીબીએસઈ વર્ગ ૧ર નું ફેશન સ્ટડીઝ પેપર જે ૧૧ માર્ચે યોજાવાનું હતું. તેને બદલીને ર૧ માર્ચ, ર૦ર૪ કરવામાં આવ્યું છે.
સીબીએસઈ બોર્ડની ધો. ૧૦ અને ૧ર ની પરીક્ષા ૧પ ફેબ્રુઆરીથી શરૃ થઈ રહી છે. સીબીએસઈ ધોર. ૧૦ માં બોર્ડની પરીક્ષા ૧પ મી ફેબ્રુઆરીથી શરૃ થશે અને ૧૩ મી માર્ચ ર૦ર૪ સુધી ચાલશે. જ્યારે સીબીએસઈ ધોરણ ૧ર મા બોર્ડની પરીક્ષા ૧પ મી ફેબ્રુઆરીથી શરૃ થશે અને રજી એપ્રિલ સુધી ચાલશે. સીબીએસઈ ૧૦ મા અને ૧ર મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ એક જ શિફટમાં લેવામાં આવશે. બોર્ડની પરીક્ષાઓ સવારે ૧૦-૩૦ થી ૧-૩૦ વાગ્યા સુધી ચાલશે. સીબીએસઈ બોર્ડના તમામ વિદ્યાર્થીઓ બોર્ડની અધિકૃત વેબસાઈટ પર જઈને ધો. ૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષાનું સુધારેલું સમયપત્રક જોઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial