Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમગ્ર હાલારનો રઘુવંશી સમાજ લાલઘૂમઃ કાલે કલેકટરને પાઠવાશે આવેદનઃ દ્વારકામાં પોલીસ ફરિયાદઃ
જામનગર તા. પઃ જામનગરના વેપારીએ કરેલા વાણી વિલાસના તિવ્ર પડઘા પડ્યા છે અને જામનગર સહિત સમગ્ર હાલારનો લોહાણા સમાજ લાલઘુમ થયો છે. આવતીકાલે આવેદનપત્ર પાઠવાશે, તેમ હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે જણાવ્યું છે.
પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવા કરેલા વાણી વિલાસના તિવ્ર પડઘા પડ્યા છે અને આ મામલે વિરોધ દર્શાવવા અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે જામનગર શહેરમાં રઘુવંશી સમાજ કલેકટર કચેરી પર આવેદનપત્ર પાઠવશે તેમ જામનગર લોહાણા મહાજન અને સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ એચ. લાલે જણાવ્યું છે.
આ સમગ્ર ઘટનાની વિગતો જે બહાર આવી છે કે તે મુજબ જામનગરના રાજલક્ષ્મી બેકરીવાળા મનોજ (મનુ) ખેતવાણીએ તા.૧૭ ડિસેમ્બરના રોજ પોરબંદરના બેકરી ચલાવતા વેપારી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન નાણાની લેવડ દેવડના પ્રશ્ને સમસ્ત લોહાણા સમાજ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અપશબ્દો કહ્યા હતાં. આ વાતચીતનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર સૌરાષ્ટ્રના રઘુવંશી સમાજમાં રોષમિશ્રિત ઘેરા પડઘા પડ્યા છે.
જામનગર લોહાણા મહાજન તેમજ સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે આ અંગેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઘટના ઓડીયો ક્લિપ સ્વરૃપે જાહેરમાં આવી એ સમયે હું મારા પરિવારના શોકમય પ્રસંગના કારણે બહારગામ હતો અને શોકમય પ્રસંગની વિધીઓમાં વ્યસ્ત હતો જેથી આ મામલે ત્વરિત કંઈ કાર્યવાહી કરી શકાઈ નથી. આજે હું જામનગર આવી ગયો છું અને સમગ્ર મામલાની વિગતો મેળવતા જાણ્યું છે કે, પોરબંદરના બેકરી સંચાલક રઘુવંશી વેપારીએ આ અંગે પોરબંદર પોલીસને લેખિત ફરિયાદ અરજી આપેલી છે.
જામનગર શહેર અને સમગ્ર હાલાર પંથકમાં પણ રઘુવંશી સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે અને રોષ પ્રસર્યો છે. સમાજની આ લાગણી સમજીને જ્ઞાતિજના આગેવાનો સાથે ટેલિફોનિક ચર્ચાઓ કરવામાં આવી છે. જેના પગલે સમસ્ત હાલાર લોહાણા સમાજ તેમજ જામનગર લોહાણા મહાજનના નેજા હેઠળ આવતીકાલ તા. ૬-૧-ર૪ ના સવારે ૧૧ કલાકે જામનગરની કલેકટર કચેરી પર જામનગર લોહાણા મહાજનના હોદ્દેદારો તથા મહાસમિતિના સભ્યો તેમજ સમસ્ત હાલાર લોહાણા સમાજના હોદ્દેદારો અને વેપારી આગેવાનો એકઠા થઈને કલેકટર કચેરી પર આવેદનપત્ર પાઠવીને આ મામલે કાયદા મુજબ કડક કાર્યવાહી ત્વરીત કરવાની માંગણી કરશે અને આ મામલે જરૃર પડશે તો સમગ્ર હાલારનો લોહાણા સમાજ આગળના કાર્યક્રમો નક્કી કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial