Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં છેલ્લા ચાર દાયકાથી સતત પ્રવૃત્તિમય
જામનગર તા. ૫ઃ જામનગરના રણજીતનગર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા છેલ્લા ચાર દાયકાથી જામનગર શહેરમાં સર્વ જ્ઞાતિ માટે ધો. ૧૦ અને ૧ર ના વિદ્યાર્થીઓ માટે મોડેલ ટેસ્ટનું આયોજન નવરાત્રિ મહોત્સવ, સર્વ રોગ નિદાન કેમ્પ બ્રહ્મ સમાજ તથા મેરેજ બ્યુરો, સ્નેહ મિલન, સમૂહ લગ્ન તથા સમૂહ જનોઈ, પરશુરામ શોભાયાત્રા, યાત્રા પ્રવાસ, શ્રાવણી બળેવ તથા કેલેન્ડર વિતરણના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે.
એવી જ રીતે વર્ષ-ર૦ર૪ માટે નવા વર્ષે પણ શ્રી રણજીત નગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કેલેન્ડર વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેલેન્ડરનું વિમોચન જામનગર શહેર મીડિયા ક્ષેત્રના બ્રહ્મ સમાજના પત્રકારો દ્વારા કરવામાં આવ્યું જેમાં પત્રકાર મંડળના પૂર્વ પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદી, ડોલરભાઈ રાવલ, ભરતભાઈ રાવલ, અતુલભાઈ મહેતા અને દિવ્યેશભાઈ વાયડાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં પ્રમુખ સુનિલભાઈ ખેતિયા, મહામંત્રી ચિરાગભાઈ પંડ્યા, ખજાનચી આર.ડી ત્રિવેદી પૂર્વ પ્રમુખ મનોજભાઈ જોશી, એન.ડી. ત્રિવેદી, હરીશભાઈ મહેતા તથા કારોબારી સભ્ય વિપુલભાઈ સુંબડ, ભૂપેશભાઈ ઉપાધ્યાય, પંકજભાઈ ઠાકર, ચેતનભાઈ વ્યાસ, પ્રવિણભાઈ ભટ્ટ, પરેશભાઈ ભટ્ટ, જીગ્નેશભાઈ રાવલ તથા યુવા પાંખના પ્રમુખ કિરીટભાઈ જોશી,, સંગઠન મંત્રી મૌલિકભાઈ પંડ્યા, ઓમભાઈ જોશી, સૂચિત જાની, અંશભાઈ જોશી, સિદ્ધાંતભાઈ ત્રિવેદી, પ્રિન્સ ઉપાધ્યાય તથા હોદ્દેદારોઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial