Advertisement
Author: નોબત સમાચાર

પી.એન માર્ગ પર અકસ્માત સર્જી મોટર ભગાડી ગયેલા આરોપીને દબોચતી પોલીસ

બે સપ્તાહ પૂર્વે અકસ્માતમાં પ્રૌઢાને થઈ હતી ઈજાઃ

જામનગર તા. ૫ઃ જામનગરના પી.એન. માર્ગ પર માણેક સેન્ટર નજીક બે સપ્તાહ પૂર્વે અકસ્માત સર્જી એક મોટર નાસી ગઈ હતી. ઘવાયેલા એક પ્રૌઢાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગુન્હાની પોલીસ દ્વારા શરૃ થયેલી તપાસમાં તે મોટર તથા તેનો ચાલક મળી આવ્યા છે.

જામનગરના પંડિત નહેરૃ માર્ગ પર માણેક સેન્ટર નજીકથી ગઈ તા.૧૭-૧૨-૨૩ના દિને શાંતાબેન મહેશભાઈ કોટડીયા નામના વૃદ્ધા પોતાના પુત્ર સાથે બાઈકમાં બેસી પસાર થતા હતા ત્યારે સફેદ રંગની એક મોટર ટકરાઈ પડી હતી.

આ અકસ્માતમાં શાંતાબેનને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ વૃદ્ધાને અકસ્માત પછી હોસ્પિટલ ખસેડવાના બદલે તે મોટરનો ચાલક પોતાનું વાહન પુરપાટ ઝડપે ભગાડીને નાસી ગયો હતો. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

તે ગુન્હાની તપાસ માટે સિટી-બી ડિવિઝનના પીઆઈ એચ.પી. ઝાલાએ કરેલા આદેશ પછી એએસઆઈ મુકેશસિંહ, રાજેશ વેગડ, ક્રિપાલસિંહ, સંજય પરમાર, બળભદ્રસિંહ, હિતેશ મકવાણા, પ્રદીપસિંહ, કલ્પેશ અઘારા, જયદીપસિંહ, મયુરરાજસિંહ, વિપુલ ગઢવી તપાસ કરી રહ્યા હતા. જેમાં મયુરસિંહ, હરદીપસિંહ, બલભદ્રસિંહે પોલીસના કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા.

તે ફૂટેજમાં જીજે-૧૦-ડીઈ ૪૭૭૩ નંબરની હોન્ડા કંપનીની એમેઝ મોટર પર ફોકસ થયું હતું. તે મોટરના જુદા જુદા રસ્તાના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા પછી આ મોટરે જ અકસ્માત સર્જયો હોવાનું ફલિત થતાં તેના ચાલક-માલિકની શોધ આરંભાઈ હતી જેમાં પોલીસ હેડકવાર્ટર પાછળ શ્રીજી એનેક્સ એપાર્ટમેન્ટના ફલેટ નં.૧૦૨માં રહેતો રમીઝ રફીક સફીયા (ઉ.વ.૧૯) મળી આવ્યો હતો. તેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરાતા આ શખ્સે અકસ્માત સર્જયાની કબૂલાત આપી છે. આ શખ્સની ધરપકડ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh