Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉઠાવગીરોના આતંકથી પ્રવાસીઓમાં ભયનો માહોલઃ બે ફરિયાદ પરથી તપાસ શરૃઃ
જામનગર તા.૨૭: દ્વારકા નજીક બનાવવામાં આવેલા શિવરાજપુર બીચ પર તસ્કરો-ઉઠાવગીરીનો આતંક પ્રસર્યાે છે. રમણીય બીચની મુલાકાતે આવતા સહેલાણીઓ પૈકીના ચાર પ્રવાસીઓની ત્યાંના પાર્કિંગમાં મુકવામાં આવેલી મોટરના કાચ ફોડી અંદરથી રૃપિયા એકાદ લાખની ગઈકાલે મત્તા ચોરાઈ ગઈ છે. તસ્કરોના આ કૃત્યથી સહેલાણીઓમાં ભય પ્રસર્યાે છે. પોલીસે બે આસામીની ફરિયાદ પરથી ચાર ચોરીનો ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.
દ્વારકા નજીક બનાવવામાં આવેલા શિવરાજપુર બીચ પર હાલમાં સહેલાણીઓની ભીડ જામી રહી છે. સૌરાષ્ટ્ર માં એકમાત્ર શિવરાજપુર બીચ એટલો રમણિય બન્યો છે કે ત્યાં વેકેશનના સમય સિવાય પણ સહેલાણીઓ ભારે સંખ્યામાં ઉમટતા હોય છે. દ્વારકા દર્શનાર્થે અન્ય જિલ્લાઓ કે રાજ્યોમાંથી આવતા લોકો પણ શિવરાજપુર જવાની લાલચ રોકી શકતા નથી. ત્યારે બીચ પર બનાવવામાં આવેલા વાહન માટેના પાર્કિંગના સ્થળે ભારે અરાજકતા ફેલાઈ હોય તેમ ચિત્ર ઉપસ્યું છે.
બીચ પાસે બનાવવામાં આવેલા પાર્કિંગમાં પોતાની મોટર પાર્ક કરીને બીચ પર જતાં સહેલાણીઓના સામાન ઉપડી જવાની સાથે હવે પાર્કિંગમાં મુકાયેલી મોટરોના કાચ ફોડી તેમાંથી કિંમતી સામાનની ચોરી થતી હોવાના બનાવો પણ પોલીસ દફતરે નોંધાવા પામ્યા છે.
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના બરેલી ગામના રહેવાસી આશિષભાઈ ઉર્ફે ગોલુભાઈ શ્રીભાનુપ્રસાદ પાંડે નામના આસામી પોતાના પરિવાર સાથે દ્વારકા દર્શનાર્થે આવ્યા પછી ગઈકાલે સાંજે શિવરાજપુર બીચ પહોંચ્યા હતા. ત્યાં પાર્કિંગમાં તેઓએ પોતાની એમપી-૨૦-ઝેડડી ૮૪૮૦ નંબરની કીઆ મોટર પાર્ક કરી હતી. સાતેક વાગ્યે તેઓ જ્યારે મોટર પાસે પાછા આવ્યા તે દરમિયાન તેમની મોટરના ડ્રાઈવર સાઈડના પાછળના દરવાજાનો કાચ તેઓએ તૂટેલો જોયો હતો. ઉંચકશ્વાસે મોટરમાં તપાસ કરતા કોઈ શખ્સ કાચ ફોડી તેમાંથી હાથ નાખી દરવાજો ખોલી નાખ્યા પછી સામાનની બે ટ્રોલી ચોરી ગયાનું જણાઈ આવ્યું હતું. તે ટ્રોલી બેગમાં આશિષભાઈના પરિવારના કપડા તેમજ રૃા.૫૦ હજાર રોકડા અને કોસ્મેટીકનો સામાન હતો તેવી બે નાની હેન્ડબેગ પણ હતી. આ આસામીએ કુલ રૃા.૫૪ હજાર ૫૦૦ની મત્તા ચોરાઈ ગયાની દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તે ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વતની અને હાલમાં જુનાગઢના ઝાંઝરડા રોડ પર હરિઓમનગરમાં રહેતા ધર્મેન્દ્ર શામળભાઈ રાવત નામના આસામી પોતાના પરિવાર સાથે જીજે-૯-ડીજે ૨૫૫ નંબરની ક્રેટા મોટર લઈને દ્વારકા આવ્યા હતા ત્યાંથી ગઈકાલે સાંજે તેઓ શિવરાજપુર બીચ પર આવી મોટર પાર્કિંગમાં મૂકી દરિયા કિનારે ગયા હતા. તેઓની મોટરમાં પણ પાછળની બાજુના દરવાજાનો કાચ તોડી કોઈ તસ્કરે એક ટ્રોલી બેગ, સ્કૂલ બેગ, બે લગેજ બેગ તથા હેન્ડબેગની ચોરી કરી હતી. તે સામાનમાં રોકડા, કોસ્મેટીક સામાન, આધારકાર્ડ, પાનકાર્ડ, એક મોબાઈલ, રૃા.૮ હજાર રોકડા, સોનાની વીટી, સોનાની બુટી, સ્માર્ટ વોચ તેમના બહેનના આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ ઘરની અન્ય તિજોરીની ચાવી અને રૃા.રપ હજારનો કેનોન કંપનીનો કેમેરો પણ હતો. તેમની મોટરમાંથી પણ રૃા.પ૪ હજારની મત્તા ગઈ છે.
તે ઉપરાંત સીમિયાબેન નામના મહિલાની એમએચ-૦૨-એફએન ૨૪૩૪ નંબરની કીઆ ગાડીનો કાચ તોડી તેમાંથી બેગ, કપડા, પર્સ, રૃા.૪૦,૦૫૦ રોકડા ચોરાઈ ગયા છે અને આકાશભાઈ નામના આસામીની જીજે-૬-એચડી ૮૫૯૮ નંબરની આઈ-૨૦ મોટરના દરવાજાનો કાચ તોડી રૃા.૪ હજાર રોકડા, બે લેડીઝ પર્સ, કેટલાક આઈડી પ્રૂફ વગેરેની ચોરી થયાનું બહાર આવ્યું છે.
ઉપરોક્ત ચાર મોટરના કાચ તોડી થયેલી ચોરીઓ અંગે જબલપુરના આશિષભાઈ તથા જુનાગઢના ધર્મેન્દ્રભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ રૃા.૯૮,૦૫૦ની મત્તાની ચોરીની ફરિયાદ નોંધી તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial