Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની નવાનગર નેચર ક્લબ દ્વારા ગ્રીન વોક તથા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન

વિશ્વ પરિયાવરણ દિવસ નિમિત્તે

જામનગર તા. ર૭ઃ જામનગરની નવાનગર નેચર ક્લબ દ્વારા પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સવારે ૬-૩૦ વાગ્યે લાલબંગલા સર્કીટ હાઉસથી ડેન્ટલ કોલેજ સુધી ગ્રીન વોકનું આયોજન કરવામાં આવ્યું છે.

ડેન્ટલ કોલેજના પરિસરમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સવારે ૮ વાગ્યે વૃક્ષારોપણ કરવામાં આવશે. ગ્રીન વોકમાં ભાગ લેવા માટે વોટ્સએપ નં. ૯૯રપપ ૬૦૧૯૯ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું જરૃરી છે.

પ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ એક સ્વચ્છ પર્યાવરણમાં એક સ્વસ્થ મનુષ્યનો વિકાસ થાય છે. પર્યાવરણને સ્વચ્છ રાખવું આપણી પ્રાથમિક જવાબદારી છે.

પર્યાવરણની સીધી અસર આપણા જીવન પર પડે છે, પરંતુ આજના સમયમાં ઝડપથી ભાગતા મનુષ્યએ પર્યાવરણને ખતરામાં મૂકી દીધું છે. દુનિયાએ આ ખતરાથી માહિતગાર કરાવવા માટે તથા લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે પ જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

પર્યાવરણ પ્રદૂષણનું એક મુખ્ય કારણ વાહનો દ્વારા પેટ્રોલ તથા ડીઝલના દહ્નથી વધતું કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ છે. લોકો આ સમસ્યાને સમજીને સામાન્ય કામો પગપાળા અથવા સાયકલના ઉપયોગને પ્રાધાન્ય આપે તેવા હેતુથી નવાનગર નેચર ક્લબ દ્વારા ગ્રીન વોકનું આયોજન કરવામાં આવ્યું છે.

દર વર્ષે માત્ર જામનગર શહેરમાં જ પેટ્રોલ તથા ડીઝલનો વપરાશ હજ્જારો લીટરનો છે. પગપાળા ચાલવાથી લોકોનું જીવન સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે અને સાથે સાથે પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે.

પ્રદૂષણ નિયંત્રણ માટે વૃક્ષો રોપણ થાય તે પણ ખૂબ જરૃરી છે કારણ કે વૃક્ષોની સંખ્યા વધવાથી કાર્બન ડાયોક્સાઈડનું શોષણ થાય છે. પ્રાણવાયુનું પ્રમાણ વધે છે તથા શહેરના તાપમાનમાં ઘટાડો પણ થાય છે. આ માટે વૃક્ષારોપણની પ્રવૃત્તિને વેગ મળે તે આવશ્યક છે તેથી ગુલાબનગર રોડ, પર આવેલ ગ્રીન બેલ્ટ પર વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખેલ છે જ્યાં વધુમાં વધુ ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. પર્યાવરણ જાગૃતિ માટે નવાનગર નેચર ક્લબ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ગ્રીન વોકનું આયોજન કરવામાં આવે છે. જેમાં શહેરના રાજકીય, સામાજિક આગેવાનો સાથે સરકારના અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાતા હોય છે.

તો પર્યાવરણ જાગૃતિ માટે યોજેલ કાર્યક્રમમાં જોડાવા માટે જિલ્લાની દરેક શૈક્ષણિક, ધાર્મિક, રાજકીય, સામાજિક, ઔદ્યોગિક સંસ્થા તેમજ સરકારી અને ખાનગી બેંકોને જોડાવા અનુરોધ કરવામાં આવે છે. આ ગ્રીન વોકમાં કાર્યક્રમ પોતાનો સમજી દરેક સંસ્થા કે કંપનીઓ પોતાનું બેનર કે પર્યાવરણ જાગૃતિના સ્લોગનો લઈ આવી શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh