Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર હજાર ચૂકવી ર૧૦૦ ના મીઠાઈ - ફરસાણ મેળવો
જામનગર તા. ર૭ઃ ગુજરાતની પ્રજાને 'વેપારી પ્રજા' કહેવાય છે. કોઈપણ સમસ્યાને પણ કમાણીનો અવસર બનાવી લેવાની આવડત ગુજરાતીઓની લાક્ષણિકતા છે. ર હજારની નોટ પાછી ખેંચવાના સરકારના એલાન પછી બેંકોમાં લાઈન લગાવી ઊભા નગરજનો માટે જામનગરના જાણીતા મીઠાઈ વિક્રેતા શીખંડ સમ્રાટે અનોખી સ્કીમ બહાર પાડી છે.
ર હજારની કિંમતના મીઠાઈ ફરસાણની ખરીદી કરવા પર ર હજારની નોટ વડે ચૂકવણી કરનાર ગ્રાહકને ૧૦૦ રૃા.ની વધુ મીઠાઈ આપવામાં આવે છે. એટલે કે ર હજારની ચૂકવણી ઉપર ર૧૦૦ રૃા. ની ખાદ્ય વસ્તુઓ મેળવી શકાય છે.
આ સ્કીમે શહેરના મીઠાઈપ્રેમીઓમાં ભારે ઉત્કંઠા જગાવી છે. ખાસ કરીને નાના-મોટા પ્રસંગ હોય એવા પરિવારને આ રીતે મીઠાઈની ખરીદી 'ડબલ ફાયદે કા સૌદા' બની રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial