Advertisement
Author: નોબત સમાચાર

કારકિર્દી અંગે નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર

બોર્ડની પરીક્ષાઓમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે

જામનગર તા. ર૭ઃ ધોરણ ૧૦-૧ર કે કોલેજના પરિણામોમાં પાસ નહીં થયેલા વિદ્યાર્થીઓ ખૂબ જ નાસીપાસ થઈ જતાં હોય છે.ઘણીવાર ન ગમતી લાઈનમાં એડમિશન લીધા બાદ અભ્યાસ આગળ વધતો ન હોઈને પણ નિરાશા આવતી હોય છે. આપણે હવે જાણીએ છીએ કે હાલના યુગમાં જેઓને કામ કરવું જ છે તેઓ માટે અસંખ્ય નવી ઉભરી રહેલી સુવર્ણ તકો છે. પણ હા, જો પોતે થોડીક સ્કીલ સુધારીને, થોડો વ્યક્તિત્વ નિખાર કરીને જોબને અનુરૃપ જ્ઞાન લઈને નોકરી શરૃ કરે તો ઝડપભેર પોતાની સુંદર કારકિર્દી ઘડી શકે છે. ઘણા યુવાનો પાસે ઘણી બધી સ્કીલ હોય છે, જેવી કે સુંદર વાતચીત, ઈવેન્ટ સંકલન, સુશોભન, ટાઈપીંગ, એકાઉન્ટસ, માર્કેટિંગ, ગ્રાફિકસ ડીઝાઈન, ટીચિંગ, અભિનય, ગાયન, વાદન, ચિત્ર, ફોટોગ્રાફી, સોશિયલ મીડિયા, સ્પોર્ટ્સ, રસોઈકલા, મહેંદીકલા, ક્રાફટકલા, ગૂંથનકલા વિગેરે. જો આવા યુવાનોને સાચી દિશાનું માર્ગદર્શન મળે ઉપરાંત તેઓની સ્કીલને થોડી વિશેષ મઠારવામાં આવે, તો કારકિર્દી માટે અનેક તકો આપણા શહેરમાં, રાજ્યમાં, દેશમાં અને વિદેશમાં પણ છે. એક મોબાઈલ અને તેમાં રહેલું નેટ કનેકશન તેઓને સમગ્ર વિશ્વ સાથે કામ કરવાની ઉત્તમ તક પૂરી પાડી રહ્યું છે. નવા યુગમાં ચેટ જીપીટીએ તથા ગુગલના બોર્ડે એક નવું વિશ્વ ખોલી આપ્યું છે. ઘણીવાર એવું સાંભળતા હોઈએ છીએ કે ઉદ્યોગોની ડિમાંડ પ્રમાણે કુશળ કર્મચારીઓ મળતા નથી.

આ લોકોને થોડી વિશેષ ટ્રેઈનીંગ આપીને તૈયાર કરીએ તો ચોક્કસ તેઓની કારકિર્દી સડસડાટ દોડી શકે છે.અઢળક તકો જાણવા અને સ્કીલ ડેવલપમેન્ટ માટે શું શું થઈ શકે? તેવી અનેક બાબતોના માર્ગદર્શન હેતું આ વખતે એનડીસી પરિવાર દ્વારા આ કરીઅર ગાઈડંસના ફ્રી સેમિનારનું આયોજન ભાઈઓ, બહેનો માટે કરવામાં આવેલ છે. આ ફ્રી સેમિનારમાં જોડાવા માટે પોતાનું નામ, અનુકૂળ સમય અને ફ્રી સેમિનાર એવો માત્ર વ્હોટ્સએપ મેસેજ નંબર ૯૦૩૩પ પ૭૭૯૯ ઉપર મોકલી દઈને રજીસ્ટ્રેશન કરીને આવી શકે છે. આ ફ્રી સેમિનાર તા. ર૮ મે ર૦ર૩ ના રવિવારે સવારે ૯ થી ૧૦ તથા ૧૦ થી ૧૧ વાગ્યે એનડીસી ફ્રી હેલ્પ સેન્ટર, લાલ બંગલા વિસ્તાર, એસ.બી.આઈ.ના એટીએમવાળી ગલી, ચેતક સર્વિસીસની બાજુમાં યોજવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh