Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યની માંગણી
જામનગર તા. ર૭ઃ જામનગરમાં સરકારી જી.જી. હોસ્પિટલ સામે દુકાનોની લાઈન આવેલી છે. આ દુકાનોની લીઝ પૂરી થઈ ગઈ છે અને રસ્તો પહોળો કરવાની કાર્યવાહી અટકી ગઈ છે. આ પ્રશ્ને જામનગરની નગર પ્રા.શિ. સમિતિના પૂર્વ સભ્ય નીતિનભાઈ માડમે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી આ પ્રકરણમાં હાલ શું સ્થિતિ છે અને રસ્તો પહોળો કરવાની કાર્યવાહી શા માટે અટકી ગઈ છે તે બાબતે રજૂઆત કરી છે.
જામનગર શહેરની મધ્યમાં સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની હોસ્પિટલ સામે વર્ષોથી અનેક દુકાનો આવેલ હોય, અમારી જાણ મુજબ આ દુકાનો બહુ લાંબા સમયથી મહાનગર પાલિકા દ્વારા લીઝ પર આપેલ હોય તે લીઝ ગુલાબ કુંવરબા આયુર્વેદિક સોસાયટી તથા જામનગર પાલિકા વચ્ચે થયેલ હોય તે અંદાજે ૧પ વર્ષથી પૂર્ણ થયેલ હોય, પરંતુ આ લીઝ રીન્યુની કોઈ પ્રક્રિયા કરવામાં આવેલ ન હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. જેથી મહાનગર પાલિકા તથા દુકાનદારો વચ્ચે નિયમ વિરૃદ્ધ હાલમાં આ દુકાનો ચલાવવામાં આવે છે. આ અંગે સુપ્રિમ કોર્ટના ચૂકાદા મુજબ તે દુકાનો દૂર કરી તે રસ્તાને પહોળો કરવાનો ચૂકાદો પણ આવેલ હોય, તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાય છે. અમારી જાણ મુજબ કોઈ જાતની વહીવટી મંજુરી વગર મહાનગરપાલિકા તથા દુકાનદારો વચ્ચે કોઈ મૌખિક સમજુતિ (ભ્રષ્ટાચાર) થયેલ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. શરૃઆતમાં આ દુકાનોની સંખ્યા ઓછી હોય, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ દુકાનોની સંખ્યા વધવા માંડી એક દુકાનમાંથી એકથી વધુ) દુકાનો બની ગયેલ છે. આ અંગે લીઝ એગ્રીમેન્ટનો કોઈ ભંગ થયેલ છે કે કેમો આ અંગે મહાનગરપાલિકા દ્વારા કોઈ મંજુરી આપવામાં આવી છે કે કેમો લીઝ આપતા સમયે શોપ એકટ લાયસન્સ કેટલા ઈસ્યુ કરવામાં આવેલ અને હાલમાં કેટલા છે? તેની સખ્યામાં પણ મોટો તફાવત હોય તેવું જણાઈ રહ્યું છે.
આ બાબતે મૂળ લીઝ આપ્યા પછી ક્યારે ક્યારે લીઝ રીન્યુ કરવામાં આવેલ છે અથવા તો આ અંગે કોઈ નોટીસો કે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી હોય તો તેની સંપૂર્ણ વિગતો લોકોની જાણમાં આવે તે અંગે પ્રચાર-પ્રસાર વર્તમાનપત્રો તથા ઈલેક્ટ્રોનિક મીડિયાથી લોકોને જાણકારી મળે તેવું આયોજન કરવું જોઈએ જેથી લોકમૂખે થતી ચર્ચાઓનો અંત આવે. કોઈપણ નિયમ ભંગ થયેલ હોય અથવા લીઝ એગ્રીમેન્ટનો ભંગ થયેલ હોય તો તાત્કાલિક અસરથી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial