Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માત્ર ગુજરાતમાં જ ૪ લાખથી વધુ બોગસ ખેડૂતોએ વર્ષે છ હજાર રોકડા કરી લીધાની આશંકા
જામનગર તા.૨૭: છેલ્લા થોડા દિવસોથી કેન્દ્ર સરકારની કિસાન કલ્યાણનિધિ યોજનામાં કરોડો રૃપિયાની ગોબાચારી થઈ હોવાની આશંકા સાથેના અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે.
આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ખેડૂતોને દર ચાર મહિને બે હજાર લેખે વર્ષે છ હજારની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજનામાં એકલા ગુજરાતમાં જ ૪ લાખથી વધુ બોગસ ખેડૂતોને સહાયના નાણા ચૂકવાઈ ગયા હોવાના સ્ફોટક અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે. ગુજરાતમાં આ ૪ લાખ ખેડૂતો એવા છે જેમાંથી અનેક આવકવેરો ભરે છે, અનેકના નામ ૭/૧૨માંથી કમી થઈ ગયા છે. વગેરે અનેક મુદ્દાઓના અને નિયમોના કારણે તેમને સહાય મળી શકે તેમ ન હોવા છતાં વરસે છ હજારની રકમ ચુકવાઈ ગઈ છે. આ કથિત ગોબાચારીના કારણે એક વર્ષમાં રૃા.૨૪૦ કરોડથી વધુ રકમ બીનપાત્ર ખેડૂતોને ચુકવાઈ ગઈ છે !! જો કે, કૃષિમંત્રીએ આ પ્રકરણ અંગે જણાવ્યું કે, સમગ્ર યોજના કેન્દ્ર સરકારની છે. પણ યોજનાના સાચા લાભાર્થી ખેડૂતોની યાદી તો ગુજરાત સરકારના વિભાગમાંથી તૈયાર કરીને કેન્દ્રને મોકલાવી હશે ને ?
સમગ્ર પ્રકરણમાં તપાસ કરીને રકમ પરત લઈ લેવાશે તેમજ કડક કાર્યવાહી કરવામાં આવશે તેટલું આશ્વાસન હાલ પૂરતું રાઘવજીભાઈએ આપવું પડ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial