Advertisement
Author: નોબત સમાચાર

પિન્ક ફાઉન્ડેશન દ્વારા ઓપન જામનગર નિઃશુલ્ક ગરબા કલાસીસ

જામનગર તા. ર૭ઃ જામનગરના પિન્ક ફાઉન્ડેશન દ્વારા સંસ્થાના ફાઉન્ડર પ્રેસીડેન્ટ શેતલબેન શેઠ તથા પ્રમુખ ચેતનાબેન માણેકના માર્ગદર્શન હેઠળ આગામી તા. ર૯-પ-ર૩ થી તા. ૪-૬-ર૩ સુધી હવાઈ ચોક પાસે હાટકેશ્વર મહાદેવ મંદિર, પ્રથમ માળે નિઃશુલ્ક ગરબા કલાસીસનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ૪ થી ૧૩ વર્ષના બાળકો (છોકરા-છોકરીઓ) તેમજ ૧૪ વર્ષથી ઉપરની કોઈપણ બહેનો ભાગ લઈ શકશે. બાળકો માટે સાંજે ૭ થી ૮ નો સમય અને બહેનો માટે સાંજે ૬ થી ૭ નો સમય રહેશે.

આ ગરબા કલાસીસમાં ફ્રી સ્ટાઈલ, ચોકડી, ડોઢીયા સહિતના ગરબાની તાલીમ રૃપેશ વોરા આપશે. વધુ વિગતો તથા રજીસ્ટ્રેશન માટે હર્ષા રાવલ (૯૧પ૭૦ ૯પ૮૪૬), અનસુયા કનખરા (૯૪ર૯૮ ૦પપ૯૧), મમતા મહેતા (૯૪ર૮૬ ૬૯૯૮૦)નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh