Advertisement
Author: નોબત સમાચાર

મોદી સ્કૂલનું બોર્ડની ધોરણ ૧૦ની પરીક્ષાનું ઝળહળતું પરિણામઃ ર૪ વિદ્યાર્થીઓને 'એ'વન ગ્રેડ

અંગ્રેજી માધ્યમમાં ૯૬.પ૦ ટકા અને ગુજરાતી માધ્યમનું ૯૩.૦પ ટકા પરિણામ ઃ ર૬ ને ૯૯ થી વધુ પી.આર.

જામનગર તા. ર૭ઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-ર૦ર૩ માં યોજાયેલી ધો. ૧૦ ની પરીક્ષામાં જામનગરની મોદી સ્કૂલે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. એસએસસી બોર્ડમાં જામનગર જિલ્લાનું પરિણામ ૬૯.૬પ્ ટકા છે. જેમાં નગરની મોદી સ્કૂલે અંગ્રેજી માધ્યમમાં ૯૬.પ૦ ટકા અને ગુજરાતી માધ્યમમાં ૯૩.૦૫ ટકા પરિણામ પ્રાપ્ત કરીને નગરના શૈક્ષણિક જગતમાં સફળતાનું નવું સોપાન સર કર્યું છે.

આ વર્ષે મોદી સ્કૂલ જામનગરના કુલ ર૮૭ વિદ્યાર્થીઓમાંથી આટલું શ્રેષ્ઠ પરિણામ આપતી જામનગર જિલ્લાની એકમાત્ર મોદી સ્કૂલ છે. જો કે મોદી સ્કૂલે છેલ્લા અગિયાર વર્ષથી જામનગર જિલ્લામાં ધોરણ ૧૦ બોર્ડના પરિણામમાં સર્વશ્રેષ્ઠ રહેવાની પરંપરા જાળવી રાખી છે, જેમાં સતત બારમાં વર્ષે પણ મોદી સ્કૂલ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો વિશ્વાસ જીતી, જામનગરવાસીઓ માટે પણ ગૌરવ લઈ શકાય તેવું ઉચ્ચતર પરિણામ આપી વિદ્યાર્થીઓને સફળતાની નવી રાહ દોરી છે.

ધો.૧૦ બોર્ડના પરિણામમાં મોદી સ્કૂલના કુલ ર૮૭ વિદ્યાર્થીઓમાંથી ૯પ.૧ર ટકા વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે,કે જેમાં અનુભવી શિક્ષકોની ટીમ તથા એજ્યુકેશન સિસ્ટમમાં થતા નવા ફેરફારો સાથે વિદ્યાર્થીઓને આ સિસ્ટમમાં ઢાળી સમય સાથે તાલમિલાવી હંમેશાં મોદી સ્કૂલ માર્ગદર્શન બની રહી છે.

ધો. ૧૦ બોર્ડમાં જામનગર જિલ્લામાં એ૧ ગ્રેડ મેળવતા ૧૭પ વિદ્યાર્થીઓ છે. જેમાંથી એકમાત્ર જામનગર મોદી સ્કૂલના ર૪ વિદ્યાર્થીઓએ એ૧ ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા છે.

મોદી સ્કૂલના કુલ ર૮૭ વિદ્યાર્થીઓમાંથી ૯૯ થી વધુ પીઆર મેળવવામાં ર૬ વિદ્યાર્થીઓ, ૯પ થી વધુ પીઆર મેળવવામાં ૮૧ વિદ્યાર્થીઓ તથા ૯૦ થી વધુ પીઆર મેળવવામાં ૧૧૮ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે.

આ ઉપરાંત બેઝિક-ગણિતમાં બે વિદ્યાર્થીઓ, સ્ટાન્ડર્ડ ગણિતમાં એક વિદ્યાર્થી તથા સંસ્કૃત વિષયમાં બે વિદ્યાર્થીઓએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે.

મોદી સ્કૂલની છત્ર છાયામાં,શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સમગ્ર વર્ષ દરમ્યાન સતત મૂલ્યાંકન દ્વારા મોદી સ્કૂલ વિદ્યાર્થીઓનો હોંસલો વધારતી રહી છે. આ ઉપરાંત શાળાનું નવું સોપાન ઈન્ટીગ્રેટેડ બેચ શરૃ કરવામાં આવેલ હતી. તેમાં વિદ્યાર્થીઓને જી-નીટ-ગુજકેટ વગેરે જેવી કોમ્પીટીટીવ એકઝામ માટે ધોરણ ૧૦ થી જ બોર્ડની સાથે સાથે તૈયારીઓ કરાવી છે. જેથી બાળકો ધોરણ ૧૦ માં પણ વધુ સારું પરિણામ લાવી શકયા, તે આ વર્ષનું પરિણામ જ ઉદાહરણરૃપ બન્યું છે. ફાઉન્ડેશન કોર્સ બાળકોને આગળના બધા જ અભ્યાસક્રમમમાં ઉપયોગી બનશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh