Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતક તરૃણી સુરતથી મામાના ઘેર આવી હતીઃ
જામનગર તા.૨૭: લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા મામાના ઘેર વેકેશનમાં રોકાવવા આવેલી સુરતની તરૃણી ગઈરાત્રે અગાસી પર સૂવા ગયા પછી આજે સવારે શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યાે છે. ધો.૭માં અભ્યાસ કરતી ભાણેજના અપમૃત્યુથી તેણીનો પરિવાર પણ સ્તબ્ધ બની ગયો છે.
જામનગરથી સમાણા તરફના ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં વસવાટ કરતા પોતાના મામાના ઘેર સુરતથી પરિવાર સાથે રોકાવા આવેલી જેનિશા પંકજભાઈ અભંગી નામની તેર વર્ષની તરૃણી ગઈરાત્રે મામાના ઘેર અગાસી પર સૂવા માટે ગયા પછી આજે સવારે આ તરૃણી નીચે નહીં આવતા તેમના પરિવારે અગાસીમાં જઈ જેનિશાને ઉઠાડવાનો પ્રયત્ન કર્યાે હતો. આ વેળાએ જેનિશા મૃત્યુ પામેલી જણાઈ આવતા હડકંપ મચી ગયો હતો. તેણીના મામાના પરિવારે જેનિશાને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત્યુ પામેલી જાહેર કરી હતી.
બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. લાલપુર પોલીસનો સ્ટાફ જામનગર દોડી આવ્યો છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી પરિવારજનોનું નિવેદન નોંધવાનું શરૃ કર્યું છે. તે દરમિયાન જાણવા મળ્યા મુજબ સુરતમાં રહેતી અને ધો.૭માં અભ્યાસ કરતી જેનિશા પંકજભાઈ હાલમાં ચાલતા વેકેશન દરમિયાન મામાના ઘેર પીપરટોડા આવી હતી અને ગઈરાત્રે ભોજન લીધા પછી તે તરૃણી અગાસી પર સૂવા ગઈ હતી અને આજે સવારે અગાસી પરથી જ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવી હતી. તેણીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી તેણીના મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial