Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલી એપ્રિલથી લાગુ પડેલા નિયમો મુજબ
નવી દિલ્હી તા. ર૭ઃ સોનાના ઘરેણાં ખરીદવા માટે હવે ૪ આંકડાવાળો હોલમાર્ક બંધ કરી દેવાયો છે, અને માત્ર ૬ આંકડાવાળો જ માન્ય રહેશે.
લગ્નની સિઝન ચાલી રહી છે. ભારતીય લગ્નોમાં સોનાના ઘરેણાંની ઘણી ડિમાન્ડ રહે છે, પરંતુ ખરીદી સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૃરી છે. એપ્રિલથી હોલમાર્ક વિનાના સોનાની ખરીદી અને વેંચાણ બંધ થઈ ચૂક્યું છે. સોનાની ખરીદી માટે હોલમાર્ક જરૃરી છે, પરંતુ ૪ આંકડાવાળો હોલમાર્ક પણ હવે અમાન્ય થઈ ગયો છે. સોનું ખરીદતા પહેલા આ બાબતો તપાસી લેજો. હવે ૬ આંકડાનો હોલમાર્ક જ માન્ય રહેશે.
કેન્દ્ર સરકારે સોનાના ઘરેણાંમાં હોલમાર્કના નિયમોમાં ફેરફાર કર્યો છે. સરકારે ૧ એપ્રિલથી ૪ આંકડાવાળા હોલમાર્ક યુનિક આઈડીને પણ અમાન્ય કરી દીધો છે. સરકારે કહ્યું કે, ૧ એપ્રિલથી ૪ આંકડાવાળા હોલમાર્કના ઘરેણાંના વેચાણની મંજુરી નથી. તેથી હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર જોઈને જ સોનું ખરીદવું જોઈએ. ર પ્રકારના હોલમાર્કથી લોકોમાં કન્ફ્યુઝન ન થાય એટલે સરકારે ૪ આંકડાવાળા હોલમાર્કને બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે માત્ર ૬ આંકડાવાળા હોલમાર્કનો જ ઉપયોગ કરી શકાશે.
૧ એપ્રિલથી સોનું ખરીદવા અને વેંચવાના નવા નિયમ મુજબ હવે માત્ર ૬ આંકડાવાળા અલ્ફાન્યૂમેરિક હોલમાર્ક જ માન્ય છે. સરકારે ૧ એપ્રિલથી ૬ આંકડાવાળા અલ્ફ્રાન્યૂમેરિક કોડની શરૃઆત કરી દીધી છે. આધાર કાર્ડની જેમ આ ૬ આંકડા સોનાની શુદ્ધતાની ઓળખ હશે. આ ૬ આંકડાવાળી ખાસ ઓળખમાં ઘણી મહત્ત્વની જાણકારી હોય છે.
આ બીઆઈએસ માર્કમાં સોનાની શુદ્ધતા, તેની જાડાઈ, પરીક્ષણ કેન્દ્રનો નંબર, જ્વેલર્સનો નંબર જેવી મહત્ત્વની જાણકારી હોય છે. સોનું ખરીદવા માટે જ નહી, પરંતુ વેંચવા માટે પણ હોલમાર્કની જરૃર છે. હોલમાર્ક વિનાના સોનાના ઘરેણાં બદલી કે વેંચી શકાશે નહીં. એટલે કે, ઘરમાં જે જુના સોનાના હોય તેને વેંચતા કે બદલતા પહેલા તેનું હોલમાર્કિંગ કરાવવું પડશે. હોલમાર્કિંગનો અર્થ છે કે સોનાની શુદ્ધતાનો માપદંડ. ભારતીય માનક બ્યૂરો સોનાની શુદ્ધતાની તપાસ કરે છે. એ જ્વેલરીમાં કેટલું સોનું છે, તેના આધાર પર તેને ટેગ કે નંબર મળે છે. આ સમગ્ર પ્રક્રિયાને હોલમાર્ક કહેવાય છે. હોલમાર્ક વગરનું સોનું વેંચવા પર જ્વેલર્સને તેની કિંમત કરતા પાંચગણો કે તેથી વધુ દંડ પણ થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial