Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૯૭૯પર બાળકોને પીવડાવાશે પોલિયોના ટીપાંઃ
ખંભાળિયા તા. ર૭ઃ વિશ્વમાંથી પોલિયો રોગ નાબૂદ કરવા માટે સંપૂર્ણ ભારત દેશમાં તા. ર૮-પ-ર૦ર૩ ને રવિવારના પોલિયો વેક્સિનના એસ.એન.આઈ.ડી. રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા દેવભૂમિ દ્વારકામાં પણ પોલિયો રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલિયો એસ.એન.આઈ.ડી. રાઉન્ડની કામગીરી ક્ષતિરહિત થઈ શકે તે માટે જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ટાસ્કફોર ઈમ્યુનાઈઝેશનની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું.
બેઠકમાં કલેક્ટરે પોલિયો રસિકરણ કામગીરીમાં ૧૦૦ ટકા સિદ્ધિ મળી રહે તે મટે વિગતવાર ચર્ચા કરી જરૃરી માર્ગદર્શન પૂરૃં પાડેલ તેમજ રીપોર્ટીંગ બાબતે માહિતદાર કરેલ હતાં. તેમજ જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી દ્વારા નિયત સમયમર્યાદામાં ક્ષતિરહિત સિદ્ધિ મળી રહે અને ૦-પ વર્ષના કોઈપણ બાળક પોલિયોની રસીથી વંચિત ન રહે તે રીતનું આયોજન કરી કામગીરી કરવા જરૃરી સૂચન કર્યા હતાં.
પોલિયો રસિકરણ કામગીરીમાં જિલા કક્ષા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સંકલનમાં રહી કામગીરીની ગુણવત્તા સબબ યોજનાબદ્ધ કામગીરીની પદ્ધતિઓ મુજબ હાઈરીસ્ક વિસ્તાર, સ્લમ વિસ્તાર, ઈંટોના ભઠ્ઠા, ઔદ્યોગિક એકમો, દુર્ગમ ઝુંપડપટ્ટીઓ,નેસ વિસ્તારને આવરી લઈ પોલિયો રસિકરણ કામગીરી હાથ ધરવામાં આવશે. જિલ્લાના દરેક ગામોમાં આ કાર્યક્રમ અંગે જાગૃતિ મેળવવા માટે માઈક પ્રચાર, મસ્જિદમાંથી એલાન, બેનર્સ, રેલીઓ, પોસ્ટર વગેરે માધ્યમોથી જનસમુદાયમાં આ અંગે જનજાગૃતિ કેળવવા માટે દરેક સ્તડે આયોજન કરવામાં આવ્યા છે.
જિલ્લા દેવભૂમિ દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એન. ભંડેરી દ્વારા જણાવ્યા મુજબ જિલ્લાના આશરે ૯૭,૯પર બાળકોને પ્રથમ દિવસે ૩૯૧ પોલિયોના બુથ ઉપર તેમજ બીજા અને ત્રીજા દિવસે ૭૮૪ ટીમ તેમજ ૧૦૬ મોબાઈલ ટીમ દ્વારા ઘેર-ઘેર ફરી જિલ્લાના ૦ થી પ વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી પીવડાવી પોલિયો રોગ સામે લડત આપવામાં આવશે. જિલ્લાના દરેક આંગણવાડી કેન્દ્રો, પ્રા.આ. કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલો રેલવે સ્ટેશન, બસ સ્ટેશનો, ધાર્મિક સ્થળો ઉપર બુથનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાના હાઈરીસ્ક વિસ્તારો તેમજ ૧૦ર ટ્રાન્ઝીસ્ટ પોઈન્ટ પર પોલિયોની રસી પીવડાવવામાં આવશે. જનસમુદાયમાં જનજાગૃતિ લાવવા જાગૃત નાગરિકો દ્વારા તેમના આજુબાજુના વિસ્તારમાં બાળકોને રવિવારના પોલિયોના બુથ ઉપર જઈ પોલિયોના રસી અપાવવા માટે પ્રોત્સાહિત કરવા અને આ કાર્યક્રમને સંપૂર્ણ સહકાર આપી ૦ થી પ વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી પીવડાવી પોલિયોથી રક્ષિત કરવા જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial