Advertisement
Author: નોબત સમાચાર

દરિયાકાંઠેથી ૩૧ મે સુધીમાં બોટ સાથે પરત ફરવા માછીમારોને તાકીદ

તા. ૩૧ જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ હોઈ

જામનગર તા. ર૭ઃ જામનગર જિલ્લાની તમામ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ-એસોસિએશનના હોદ્દેદારો, માછીમાર આગેવાનો, નાતપટેલો, તમામ બોટ માલિકો અને તમામ માછીમારો માટે મત્સ્યોદ્યોગ નિયામક ગાંધીનગરના આધાર-ર મુજબના અને અત્રેની કચેરીના આધાર-૩ મુજબના પરિપત્ર અનુસાર જામનગર જિલ્લાના દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આગામી તા. ૧ જૂનથી તા. ૩૧ જુલાઈ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશિય તથા પ્રાદેશિક જળ ક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

તેમજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા તા. ર૦ મી મે ના પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર જામનગર જિલ્લામાં માછીમારોને દરિયાઈ વિસ્તારોમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી પશ્ચિમ દરિયાઈ કાંઠા વિસ્તારમાં અને જામનગર જિલ્લામાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં આગામી તા. ૧-૬-ર૦ર૩ થી ૩૧-૭-ર૦ર૩ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશિય તથા પ્રાદેશિક જળ ક્ષેત્રમાં માછીમારોને માછીમારી કરવા પર તેમજ અન્ય કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જેથી હાલમાં દરિયામાં માછીમારી કરી રહેલા તમામ માછીમારો બોટ અને નવા ટોકન લઈને માછીમારી કરવા માટે જતી તમામ બોટના માલિકોને આગામી તા. ૩૧ મે સુધીમાં ફરજિયાતપણે પોતપોતાના બંદર પર પરત ફરવાનું રહેશે. તેમજ પરત આવેલી બોટોએ તમામ બોટોની આવક અંગેની રિટર્ન એન્ટ્રી ટોક મેનેજમેન્ટ સિસ્ટમમાં આગામી તા. ૩૧ મે સુધીમાં અચૂકપણે કરાવવાની રહેશે. જેની ખાસ નોંધ લેવી.

ઉપરોક્ત આદેશનો ભંગ કરનારી વ્યક્તિ સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-ર૦૦૩ ની કલમ-૬/૧ (ર) ના ભંગ બદલ કલમ-ર૧/૧ (ચ) મુજબ દંડને પાત્ર થશે. તેમજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા તા. ર૦ મી મે ના પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાનો ઉલ્લંઘન કરવા બદલ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh