Advertisement
Author: નોબત સમાચાર

નવા સંસદ સંકુલના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહેલા પક્ષોની ર૬૦ થી વધુ બુદ્ધિજીવીઓએ કરી ટીકા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે

નવી દિલ્હી તા. ર૭ઃ નવા સસદ સંકુલના વડાપ્રધાનના હસ્તે થનારા ઉદ્ઘાટનનો વિરોધ કરનારા પક્ષોની ર૬૦ થી વધુ બુદ્ધિજીવીઓએ આકરી ટીકા કરી છે.

નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. પીએમ મોદી ર૮ મે ના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન પર અનેક રાજકીય પક્ષોએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. વિપક્ષી નેતાઓનું માનવું છે કે, પીએમને બદલે રાષ્ટ્રપતિએ નવા સંસદનું ઉદ્ઘાટન કરવું જોઈએ, જો કે હવે દેશના ર૬૦ થી વધુ અમલદારોએ બહિષ્કાર માટે વિરોધ પક્ષોની નિંદા કરી છે.

નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવા બદલ ર૬૦ થી વધુ અમલદારોએ વિપક્ષની નિંદા કરી હતી. આ લોકોમાં ૮૮ નિવૃત્ત અમલદારો, ૧૦૦ પ્રતિષ્ઠિત નાગરિકો અને ૮ર શિક્ષણવિદેનો સમાવેશ થાય છે. આ લોકોએ સંયુક્ત નિવેદન જારી કરીને વિપક્ષની ટીકા કરી છે. સંયુક્ત નિવેદન જારી કરનારાઓમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીના ભૂતપૂર્વ ડિરેક્ટર વાયસી મોદી, ભૂતપૂર્વ આઈએએસ અધિકારીઓ આરડી કપૂર, ગોપાલકૃષ્ણ અને સમીરેન્દ્ર ચેટર્જી ઉપરાંત લિંગાયા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અનિલ રોય દુબેનો સમાવેશ થાય છે.

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નવા સંસદ ભવનનો ઉદ્ઘાટન સમારોહ તમામ ભારતીયો માટે ગૌરવ૫ૂર્ણ પ્રસંગ છે, પરંતુ વિરોધ પક્ષ આ પ્રસંગે રાજનીતિ કરવામાં વ્યસ્ત છે. તેમના પોકળ દાવાઓ અને પાયાવિહોણી દલીલો સમજની બહાર છે. આ પ્રતિષ્ઠિત લોકોનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરી રહ્યા છે અને તેના આધારે લોકો સમારંભનો બહિષ્કાર કરી વિરોધ પક્ષ લોકશાહીની લાગણીઓને ખુલ્લેઆમ ઠેસ પહોંચાડી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh