Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમ્મુ કશ્મીરની ચૂંટણીઓને લઈને કવાયત તેજઃ ચૂંટણી પંચની બેઠકઃ બંદોબસ્ત અંગે રણનીતિ ઘડાઈઃ સિક્યોરિટી થશે વધુ મજબૂત
નવી દિલ્હી તા. ૧૪: સ્વાતંત્ર્ય પર્વ અને જન્મ-કાશ્મીરમાં ચૂંટણીના સંદર્ભે સુરક્ષા, સલામતી અને ચર્ચા કરવા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બોલાવેલી બેઠકમાં સેનાની ત્રણેય પાંખના વડા, સીડીઓ, સુરક્ષા સલાહકાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને સિક્યોરિટી પ્લાન સાથે ચોક્કસ કદમ ઉઠાવવાની રણનીતિ ઘડી કાઢી હોવાના અહેવાલો મળી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણાં સમયથી આતંકી હુમલા વધી રહ્યા છે, જેને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. ઘાટીમાં ભારતીય સેના પર થઈ રહેલા હુમલાને લઈને કેન્દ્ર સરકારે મહત્ત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ડીજીએમઓ સહિત સુરક્ષા એજન્સીઓના વડા ઉપસ્થિત રહ્યા હતાં. દિલ્હી રક્ષા મંત્રાલયમાં બેઠક મળી છે, જેમાં સેનાના ત્રણેય પાંખના વડા ઉપસ્થિત રહ્યા હતાં. એ ઘણું જ સૂચક છે કે ૧પ મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વ છે જેના એક દિવસ અગાઉ ઘાટીમાં સુરક્ષાને લઈને બેઠક મળી હતી.
આ બેઠકનો હેતુ જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા આતંકવાદી હુમલા કેવી રીતે રોકવા અને તેનો સામનો કરેવી રીતે કરવો તેને લઈને રણનીતિ બનાવવાનો હોવાનું બહાર આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવી જરૂરી છે. ચૂંટણી પંચની ીમ આજે જ ગૃહ સચિવને મળવા જઈ રહી છે. ટીમ દ્વારા જમ્મુ-કાશ્મીરની સ્થિતિને લઈને જાણકારી આપશે.
ઉલ્લેખનિય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આ દિવસોમાં આતંકી ઘટનાઓ વધી રહી છે. આતંકીઓએ સેનાના કાફલાને પણ નિશાન પર લેવામાં આવી રહ્યા છે. ગયા મહિને ડોડા અને રાજૌરી જેવા જિલ્લાઓમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અનેક અથડામણ થઈ હતી. જુલાઈમાં આતંકવાદીઓએ કઠુઆ જિલ્લામાં સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાનો શહીદ થયા હતાં.
આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના અન્ય ભાગોમાં પણ આતંકીઓ એક્ટિવ થયા છે. ત્યારે હવે આતંકીઓના નાકાબ મનસૂબા બેવી રીતે ધ્વસ્ત કરવા તેને લઈને સરકાર યોજના બનાવી રહી છે. આજે પણ ડોડામાં ચાલી રહેલી અથડામણમાં સેનાના એક કેપ્ટન શહીદ થયા હોવાના અહેવાલો છે, ત્યારે આ બેઠક ઘણી જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ચૂંટણી પંચની જમ્મુ-કાશ્મીરની મુલાકાત બાદ વિધાનસભા ચૂંટણીનો તૈયારી તેજ કરવામાં આવી છે. આજે ચૂંટણી પંચ ગૃહ સચિવ અજય ભલ્લા સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી રહ્યું છે. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવશે અને જો સ્થિતિ અનુકૂળ રહેશે તો ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી શકે છે.
જમ્મુ-કાશ્મીરની ચૂંટણીનો ગણગણાટ તેજ થઈ ગયો છે. રાજ્યમાં દસ વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે ચૂંટણી પંચ આજે બપોરે ગૃહ સચિવ અજય ભલ્લા સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરશે. રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ચૂંટણી વ્યવસ્થા પરિસ્થિતિ અને શકયતાઓને અનુરૂપ છે કે નહીં તે બેઠકમાં નક્કી કરવામાં આવશે. આ બેઠક બાદ જ ચૂંટણી પંચ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કાર્યક્રમ તૈયાર કરશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જો જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાનો રિપોર્ટ સાનુકુળ રહેશે તો આગામી સપ્તાહે વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જો કે ગૃહ મંત્રાલયના આંતરિક સુરક્ષા વિભાગના અહેવાલની હજુ રાહ જોવાઈ રહી છે.
મુખ્ય ચૂંટણી કમિશનરનો રણકાર
આ ઉપરાંત ગત સપ્તાહે ૮ અને ૯ ઓગષ્ટના રોજ બે દિવસીય મુલાકાત દરમિયાન ચૂંટણી પંચે રાજ્યમાં આગામી ચૂંટણીને લઈને કામગીરી પૂર્ણ કરી છે, તે જ સમયે કાશ્મીર ખીણ અને જમ્મુ ડિવિઝનમાં સુરક્ષા અને અન્ય દૃષ્ટિકોણથી રાજકીય, વહીવટી અને સામાજિક પ્રતિનિધિઓ સાથે બેઠક કર્યા પછી, પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે જો આંતરિક અથવા બાહ્ય શક્તિ જમ્મુ અને કાશ્મીરમાં દખલ કરે છે. જો તે વિચારે છે કે તે ચૂંટણી મુલત્વી રાખી શકે છે, તો હું તેને સ્પષ્ટ પણે કહેવા માંગું છું કે તે આમ કરી શકે તેમ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial