Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમ્મુ-કાશ્મીરમાં પાંચ તબક્કામાં મતદાન ?
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને મોટી જાણકારી સામે આવી રહી છે. ચૂંટણી પંચ આગામી અઠવાડિયે ચૂંટણીની જાહેરાત કરી શકે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પ તબક્કામાં ચૂંટણી થઈ શકે છે.
ચૂંટણી પંચ આ અઠવાડિયાના અંત સુધીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે એક બેઠક કરશે. તેમ સુરક્ષા પર સમીક્ષા કરવામાં આવશે. પછી ચૂંટણી પંચ તરફથી જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની તારીખનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ચૂંટણી પંચના પ્રમુખ રાજીવ કુમારના નેતૃત્વમાં આખું પંચ ૮ થી ૧૦ ઓગસ્ટ સુધી ચૂંટણીની તૈયારીને લઈને શ્રીનગર અને જમ્મુની મુલાકાત લઈ ચૂક્યા છે. વર્ષ ર૦૧૪માં જમ્મુ કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીનું આયોજન પાંચ તબક્કામાં થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ઉત્તરી કાશ્મીરના જિલ્લામાં ખૂબ જ પડકારો છે. અહીં કેટલાય વિસ્તારો સંવેદનશીલ માનવામાં આવી રહ્યા છે. ઉત્તરી કાશ્મીરમાં અનંતનાગ, બારામુલા, બુડગામ, બાંદીપોર, ગાંદરબલ, કુપવાડા, પુલવામાં, શોપિયા અને શ્રીનગર જિલ્લો સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે. જ્યારે જમ્મુ સંભાગમાં કઠુઆ, સાંબા, રિયાસી, જમ્મુ, ઉધમપુર જેવા જિલ્લા સંવેદનશીલ માનવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial